ગાંધીધામ/ભુજ, તા. 10 : કચ્છમાં જુગારના
જુદા-જુદા સાત દરોડામાં બાવન જુગારીને રોકડ રૂા. 1,54,440 સાથે પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. - ગાંધીધામમાં ધાણીપાસાનો જુગાર
રમતા સાત ખેલી દબોચાયા : ગાંધીધામમાં
જી.આઈ.ડી.સી ઝૂંપડામાં રામદેવપીર મંદિર પાસે આવેલા ચોકમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર
રમતા આરોપી ઈશ્વર સુરાભાઈ પરમાર, શામજી
દુદાભાઈ ચાવડા, બાબુ વેલાભાઈ ભરવાડ, ધર્મેન્દ્ર
હરેશભાઈ ગરવા, મોતી માધાભાઈ
ભરવાડ, હેમરાજ દુદાભાઈ કોળી, નરેશ નારણભાઈ
ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. તહોમતદાર પાસેથી રોકડા રૂા. 3650 કબજે લેવાયા હતા. - અંજારમાં 11 જણ સામે જુગારધારા તળે કાર્યવાહી
: અંજાર પોલીસે શહેરના હેમલતાબાગની બાજુમાં
આવેલા કોટેશ્વરનગર સોસાયટીમાં મહાદેવ મંદિર
પાસે અર્જુન માવજી કાપડીનાં મકાન પાસે જાહેરમાં
રમાતા જુગારના પડ ઉપર દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી દીપેન ચંદ્રકાંત
પરમાર, પ્રકાશ ધરમશીભાઈ પેડવા, હિરેન ગોપાલભાઈ મહેશ્વરી, જગદીશ દેવજીભાઈ સોરઠિયા, જયેશ પ્રાગજીભાઈ
દોશી, યોગેશ રમણીકભાઈ સોરઠિયા, ચંદન ઉર્ફે
ચંદ્રેશ રામજીભાઈ સોરઠિયા, અર્જુન માવજીભાઈ કાપડી, આનંદ કાંતિલાલ વાઘમશી, રવિ અનિલભાઈ સોરઠિયા, જગદીશ પ્રતાપભાઈ ઠક્કરની ધરપકડ થઈ
હતી. તહોમતદારો પાસેથી રોકડા રૂા. 51,500, 10 મોબાઈલ ફોન કિં.રૂા. 93 હજાર સાથે કુલ રૂા. 1.80 લાખનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. - લખાગઢમાં જુગટું રમતા સાત ખેલી
સકંજામાં : રાપર તાલુકાના લખાગઢ ગામના રબારકા વાંઢ વિસ્તારમાં નારણભાઈ માદેવાભાઈ આયરના કબજાની વાડીમાં પતરાની ઓરડીની આગળ જાહેરમાં
જુગાર રમતા આરોપી હરેશભાઈ રત્નાભાઈ દરજી, હરેશભાઈ હમીરભાઈ પારધી, ભરતભાઈ પેથાભાઈ વલોણ,
ક્રિશ દિલીપભાઈ ઠક્કર, મયૂર નરેશભાઈ દરજી,
નારણભાઈ માદેવા આહીર,
કુશ નવીનભાઈ ઠક્કરને રોકડા રૂા. 59,600, પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 84600ના મુદ્દામાલ સાથે 5ાઁલીસે પકડી પાડયા હતા. - જંગીમાં જાહેરમાં પત્તા ટીંચતા
પાંચની ધરપકડ : ભચાઉ તાલુકાના જંગી ગામના હિંગળાજનગરમાં
જાહેરમાં ખુલ્લા જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં
આરોપી નારણભાઈ બાબુભાઈ કોળી, શામજી
ઉર્ફે હિતેષ લાખાભાઈ કોળી, દિનેશ બાબુભાઈ કોળી, સામા મનજીભાઈ કોળી, પપ્પુ ઉર્ફે દેવો ભચુભાઈ કોળીની રોકડા રૂા. 10800 સાથે પોલીસે ધરપકડ કરી હતી.
- માધાપરમાં ચાર મહિલા સહિત 12 ખેલી ઝડપાયા : માધાપરના જૂનાવાસમાં સુરક્ષા સોસાયટીમાં
રહેતા મીનાક્ષીબેન સતીષ પરમારના મકાનની ખુલ્લી અગાશીમાં તા. 10/8ના રાત્રે 1.30 વાગ્યે ગંજીપાના વડે જુગાર
રમતા સતીષ ચમનલાલ પરમાર, અભિષેક જયેશભાઇ
ઠક્કર, અંકિત નરેન્દ્રગર ગુંસાઇ, બળભદ્રસિંહ
ઉર્ફે બળુભા અરવિંદસિંહ ઝાલા, પારસ નટવરલાલ ચૌહાણ, ડેનીશ કિશોરભાઇ પરમાર, જિજ્ઞેશ ગોવિંદભાઇ ઉપાધ્યાય,
ઉમેશ ચનમલાલ પરમાર, જ્યોત્સનાબેન નરેન્દ્રગિરિ
ગુંસાઇ, મીનાક્ષીબેન સતીષભાઇ પરમાર, ચંપાબેન
ખેતશીભાઇ સોની અને નીતાબેન વિનોદભાઇ પરમાર (રહે. તમામ માધાપર)ને રોકડા રૂા. 12,320ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે
ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. - નાના આસંબિયામાં પાસા ફેંકતાં સાત જબ્બે : માંડવી તાલુકાના નાના આસંબિયામાં જૈન મંદિરની
સામે આવેલા ચોકમાં તા. 10/8ના રાત્રે
1 વાગ્યે ધાણીપાસા વડે જુગાર રમતા રમેશ મૂળજી
મહેશ્વરી, મનજી દેવજી મહેશ્વરી, કિશોર બાબુલાલ સંઘાર, જયરાજસિંહ દશરથસિંહ જાડેજા,
મેહુલસિંહ મમુભા જાડેજા, મનદીપસિંહ બટુકસિંહ જાડેજા
અને પુષ્પરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (રહે. તમામ નાના આસંબિયા)ને રોકડા રૂા. 11,530ના મુદ્દામાલ સાથે કોડાય પોલીસે
ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. - ગુંદાલામાં ત્રણ જુગારી ઝડપાયા : મુંદરા તાલુકાના ગુંદાલાના ઉપલાવાસના ચોકમાં
ગઇકાલે રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા મેઘજી ભાણજીભાઇ માતંગ, હીરજીભાઇ કાનજીભાઇ સોંધરા અને હિતેષ હીરજીભાઇ
સિંચને રોકડા રૂા. 5040ના મુદ્દામાલ
સાથે પ્રાગપર પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.