ત્રિનિદાદ, તા. 9 : મોહમ્મદ રિઝવાનની આગેવાનીની
પાકિસ્તાની ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને પહેલી વનડેમાં પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની
શ્રેણીમાં 1-0થી સરસાઈ બનાવી લીધી છે. ત્રિનિદાદમાં
રમાયેલા મેચમાં યજમાન ટીમે પાકિસ્તાન સામે જીત માટે 281 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
આ સ્કોરને રિઝવાન અને હસન નવાઝની અર્ધસદીની મદદથી 7 બોલ બાકી રહેતા મેળવ્યો હતો. પહેલી જ મેચમાં કમાલ કરનારો હસન
નવાઝને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી વિન્ડિઝની ટીમ 47 ઓવરમાં 280 રને ઓલઆઉટ થઈ હતી. એવિન લુઈસે
60, શાઈ હોપે 55 અને રોસ્ટન ચેઝે 53 રન કર્યા હતા. પાકિસ્તાનના
ઝડપી બોલર શાહિન આફિરીદીએ ચાર વિકેટ લીધી હતી. જ્યારે નસીમ શાહને ત્રણ સફળતા મળી હતી.
281 રનનો પીછો કરતા પાકિસ્તાન માટે
સેમ અયૂબસારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બાકીના તમામ ખેલાડીઓએ મહત્વપૂર્ણ ભાગીદારી
કરી હતી. બાબર આઝમ અર્ધસદીથી ચુક્યો હતો. જ્યારે રિઝવાને 53 રન કર્યા હતા. પાકિસ્તાનને
અંતિમ 12 ઓવરમાં 100 રનની જરૂર હતી. આ દરમિયાન હસન
અને તલતની જોડીએ એક ઓવર બાકી રહેતા સ્કોર પાર પાડી દીધો હતો.