ભુજ, તા. 10 : ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં
એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. આ યુદ્ધાભ્યાસ 11 અને 12 ઓગસ્ટના થવાની શક્યતા છે. રસપ્રદ
વાત એ છે કે, પાકિસ્તાની નૌકાદળે પણ
આ જ સમયગાળા દરમિયાન પોતાના જળસીમામાં અભ્યાસ
માટે વિમાનદળોને નોટિસ જારી કરી છે. બંને હરીફ દેશે એક જ સમયે કવાયત જારી કરતાં સંઘર્ષના
ભણકારા વાગવા માંડયા છે. ભારતીય નૌકાદળનો આ યુદ્ધાભ્યાસ તાજેતરમાં થયેલાં ઓપરેશન સિંદૂર
બાદનો પહેલું મોટું શક્તિ પ્રદર્શન હશે. 7 મેના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર
ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો
હતો, જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા.