• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

મેઘપર (કું.)માં ગાય સાથે અભદ્ર કૃત્ય મુદ્દે ફોજદારી

ગાંધીધામ, તા. 10 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં  ગાય  સાથે અભદ્ર કૃત્ય કરવાના મુદ્દે પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. રવેચીનગરમાં પ્લોટ નં. 453ની આગળ આ બનાવ ગત તા. 10/8ના વહેલી સવારે 3.30  વાગ્યાના અરસામાં  બન્યો હતો. આ સોસાયટીમાં રહેતા પ્રતીકભાઈ મનોજભાઈ ગોહેલની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કેફરિયાદીના ઘરની આગળના ભાગે બેઠેલી ગાય સાથે જાહેરમાં આરોપી ઈશ્વરભાઈ રામસિંગભાઈ પઢિયાર (મકાન નં. 181, રવેચીનગર મેઘપર (કું.)એ અભદ્ર કૃત્ય આચર્યું હતું. સમગ્ર મામલોનો વીડિયો બનાવી પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ હતી. 

Panchang

dd