અંજાર, તા. 10 : કચ્છ જિલ્લાના પુર્વ અને પશ્ચિમ ઝોનના ઉપક્રમે કચ્છમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે. ગાંધીધામ ખાતે યોજાયેલી બેઠકમાં સમુહ લગ્નના આયોજન અંગે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા
કરવામાં આવી હતી. ભાગવતાચાર્ય દિનેશભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકના આરંભમાં
શ્રી રામ ગ્રુપ ના બાબુભાઈ હુંબલે ઉપસ્થિત બ્રહ્મ સમાજ ના સૌ અગ્રણીઓનું સન્માન
કર્યું હતું.,
બાબુભાઈ હુંબલે જીલ્લા સ્તરે યોજાનારા આ બ્રહ્મ સમાજ ના સમૂહ
લગ્નોત્સવમા દેશ અને રાજયભરમાંથી બ્રહ્મ સમાજના
લોકો જોડાય તેવું જણાવી આ લગ્નોત્સવ ભવ્ય રીતે
યોજવામાં આવશે તેવું ઉમેર્યું હતું. સમુહ લગ્નોત્સવ`ના મુખ્ય દાતા માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ
હુંબલ પરિવાર અને શ્રી રામ ગ્રુપ - ગાંધીધામ (.જખાભાઈ હુંબલ તથા બાબુભાઇ હુંબલ રહેશે.
આ સમૂહ લગ્ન માં માત્ર બ્રહ્મ સમાજ ના દીકરા અને દીકરી જોડાઈ શકશે. આગામી સમયમાં સમૂહ
લગ્ન ની તારીખ અને સ્થળ અને આયોજનને સોશિયલ મીડિયા,
પ્રીન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા ના માધ્યમ થી
સંપૂર્ણ વિગતો સાથે જાહેર કરવામા આવશે. આ બેઠકમાં સમગ્ર જીલ્લા માંથી ઉપસ્થિત રહેલા ં બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિચારો રજૂ
કર્યા હતા. બેઠકમાં પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજ ના ઉમિયાંશંકર જોષી તથા શાસ્ત્રી દિપેશભાઇ જોષી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. અનિરુદ્ધ
હર્ષ, વિકાસભાઇ રાજગોર (ભચાઉ ), વિકાસભાઇ ભરતભાઇ રાજગોર, જગદીશભાઇ એ. પંડ્યા,
રશ્મિનભાઇ એ. પંડ્યા, ભગવાનજી ડિગારી, રમેશભાઇ મસૂરિયા, હીરાલાલ ગોર, જગદીશભાઇ પંડ્યા, મનોજભાઈ અબોટી, એમ.એમ.જોષી, અંજાર બ્રહ્મ સમાજના પ્રમુખ હિરેનભાઇ ખાંડેકા,
જીતેન્દ્રભાઇ મઢવી, મુકેશભાઇ ગોર, આશિષભાઇ જોષી, ભાવેશભાઈ મઢવી, સતિષભાઈ
મોતા, રમેશભાઈ જોષી (લોક સાહિત્યકાર), અશ્વિનભાઈ
ત્રિવેદી, રાજેન્દ્રભાઇ સુરાણી, મુકેશભાઈ
ગોર (મુન્દ્રા), રમેશભાઈ જોશી વગેરે સમસ્ત બ્રહ્મ સમાજ ના અગ્રણીઓ
ખાસ ઉપસ્થિત રહ્યા હતા, પૂર્વ કચ્છ તથા પશ્ચિમ સમસ્ત બ્રહ્મ સમાજ
ના જીલ્લા પ્રમુખ સહિતના સૌ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા દાતા પરિવાર બાબુભાઈ હુંબલ ની બ્રહ્મ
સમાજ પ્રત્યે ની લાગણી ને બિરદાવી દાતા પરિવારનું સન્માન કરી આશીર્વચન પાઠવ્યા હતા. કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ આ કાર્ય ઉત્સાહભેર કરવામાં
આવશે તેવી નેમ વ્યકત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આહિર સમાજ ના ઉદાર દાતા તરીકે
જાણીતા બાબુભાઈ હુંબલ અને જખાભાઇ હુંબલ દ્વારા અનેક સેવાકીય, ધાર્મિક,અને શિક્ષણ ની પ્રવૃત્તિઓ માટે ઉદાર હાથે દાન
કરવામાં આવેછે.