• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

એશિયા કપ જીત ; ભારતનું લક્ષ્ય

નવી દિલ્હી, તા. 9 : ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ શાનદાર રહ્યો છે. શુભમન ગિલની આગેવાનીમાં ટીમ યજમાન સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીને 2-2થી બરાબર કરવામાં સફળ રહી છે. ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ભારતીય ખેલાડીઓને થોડો વિરામ મળ્યો છે. બાદમાં આગામી ટુર્નામેન્ટની તૈયારીમાં લાગશે. ભારતીય ટીમ હવે આગામી મહિને એશિયા કપમાં ભાગ લેવાની છે. એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી યુએઈના બે શહેર અબૂ ધામી અને દુબઈમાં રમાશે. એશિયા કપનું આ 17મું સંસ્કરણ છે અને ટુર્નામેન્ટમાં ફરી એક વખત સૌથી નજર ટીમ ઈન્ડિયા ઉપર રહેશે. ભારતીય ટીમ અત્યારસુધીમાં આઠ વખત ટુર્નામેન્ટ જીતી ચુકી છે. ભારત આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે અને આ વખતે પણ ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ માનવામાં આવે છે.  ભારતીય ટીમે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018 અને 2023મા એશિયા કપ જીત્યો છે. જો ભારતના પાડોસી દેશોની વાત કરવામાં આવે તો શ્રીલંકાએ છ વખત એશિયા કપ જીત્યો છે. જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત ચેમ્પિયન બની શક્યું છે. બાંગલાદેશ અને અફઘાનિસ્તાનને હજી સુધી એશિયા કપમાં ખિતાબી જીત મળી શકી નથી. જો કે પ્રદર્શનમાં સતત સુધારો થઈ રહ્યો છે. એશિયા કપ પહેલી વખત 1984મા યુએઈમાં રમાયો હતો.ત્યારે ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ખિતાબ જીત્યો હતો.  

Panchang

dd