ટોક્યો, તા. 10 : જાપાનની રાજધાની ટોક્યોના પ્રસિદ્ધ
કોરાકુએન હોલમાં બે અલગ-અલગ મુકાબલામાં બે યુવા મુક્કેબાજના માથામાં ગંભીર ઇજા થવાથી
મૃત્યુ થયાં છે. આ ઘટનાથી બોક્સિંગ વિશ્વમાં અરેરાટી ફેલાઇ છે અને આ રમતના નિયમ વધુ
કડક બનાવવાની માંગ ઊઠી છે. પહેલી ઘટના બીજી ઓગસ્ટે સામે આવી હતી. 28 વર્ષીય બોક્સર શિગેતોશી કોટારી
લાઇટવેટ ખિતાબ માટે યામાતો હાટા વિરુદ્ધ રિંગમાં 12મા રાઉન્ડમાં લડત આપી રહ્યો હતો. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઇ હતી, પણ કોટારી રિંગમાં જ બેભાન થઇ ગયો હતો. હોસ્પિટલમાં
તેના માથામાં સર્જરી થઇ હતી. જો કે, શુક્રવારે તેણે અંતિમ શ્વાસ
લીધા. આ ઘટનાના એક દિવસ પછી 28 વર્ષીય મુક્કેબાજ હિરોમાસા ઉરાકાવા હરીફ બોક્સર યોજી સૈતોને
રિંગમાં ટક્કર આપી રહ્યો હતો, ત્યારે
તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેના પર પણ સર્જરી થઇ હતી, પણ
જીવ બચ્યો નહીં.