• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

કોન્વે, હેનરી અને રચિનની સદીથી ઝિમ્બાબ્વે સામે કિવીઝ જોરમાં

બુલાવાયો તા. 8 : ઓપનર ડવેન કોન્વે (13), હેનરી નિકોલ્સ (અણનમ 10) અને રચિન રવીન્દ્ર (અણનમ 16પ)ની સદીની મદદથી ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે સંપૂર્ણ દબદબો બનાવ્યો છે. બીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડ 476 રને આગળ થયું છે. ઝિમ્બાબ્વેનો પહેલા દાવમાં 12પ રનમાં ધબડકો થયો હતો અને હવે તેના પર એક ઇનિંગ્સની હાર તોળાઇ રહી છે. આજે રમતના બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડના પહેલા દાવમાં 130 ઓવરમાં ત્રણ વિકેટે 601 રન થયા હતા.  રચીન રવીન્દ્ર 139 દડામાં 21 ચોગ્ગા અને બે છગ્ગાથી 16પ રને અને હેનરી નિકોલ્સ 24પ દડામાં 1પ ચોગ્ગાથી 10 રને નોટઆઉટ રહ્યા હતા. બંનેએ ઝિમ્બાબ્વેના તમામ બોલરની ધોલાઇ કરી હતી અને ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 26 રનનો ઉમેરો કરી ચૂકયા છે. ડવેન કોન્વેએ 948 દિવસ પછી ટેસ્ટ સદી કરી હતી. તેની છેલ્લે સદી પાકિસ્તાન વિરુદ્ધ 2023માં તા. 2 જાન્યુઆરીએ કરાચી ટેસ્ટમાં હતી. હવે તેણે આજે ઝિમ્બાબ્વે સામે સદી કરી છે. કોન્વે ટેસ્ટમાં 2000 રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કોન્વે 24પ દડામાં 18 ચોગ્ગાથી 13 રન કરીએ આઉટ થયો હતો. જ્યારે વિલ યંગે 74 રન કર્યા હતા. નાઇટ વોચમેન જેકેબ ડફી 36 રને આઉટ થયો હતો.  

Panchang

dd