• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

શેલ્ટન અને વિક્ટોરિયા કેનેડા ઓપનમાં ચેમ્પિયન

મોન્ટ્રિયલ, તા. 8 : અમેરિકાનો બેન શેલ્ટન અને કેનેડાની યુવા ખેલાડી વિકટોરિયા એમબોકો શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને નેશનલ બેન્ક ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ (કેનેડા ઓપન)માં ચેમ્પિયન થયા છે.  પુરુષ વિભાગના સિંગલ્સ ફાઇનલમાં બેન શેલ્ટને રૂસી ખેલાડી કરેન ખાચાનોવને 6-7, 6-4 અને 7-6થી રસાકસી પછી હાર આપી હતી. 22 વર્ષીય શેલ્ટન 2003માં એન્ડી રોડિક બાદ માસ્ટર્સ 1000 હાર્ડ કોર્ટ ટૂર્નામેન્ટ જીતનારો અમેરિકાનો પહેલો ખેલાડી બન્યો છે. આ જીતથી શેલ્ટને વિશ્વ ક્રમાંકમાં પોતાનો શ્રેષ્ઠ છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. મહિલા સિંગલ્સના ફાઇનલમાં કેનેડાની 18 વર્ષીય ખેલાડી વિક્ટોરિયા એમબોકોએ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને જાપાની ખેલાડી નાઓમી ઓસાકાને 2-6, 6-4 અને 6-1થી હાર આપી હતી. વિકટોરિયાએ તેનો પહેલો ડબ્લ્યૂટીએ ટૂર ખિતાબ હાંસલ કર્યો છે.  તે આ સાથે જ વિશ્વ ક્રમાંકમાં 8પમા નંબર પરથી સીધી જ 2પમા ક્રમે પહોંચી છે. 

Panchang

dd