ભુજ, તા. 7 : ચારેય ગ્રાન્ડસ્લેમની જુનિયર
સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ મૂળ ભુજના પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી આર્યન શાહની આગેકૂચ જારી
છે. તે પ્રતિષ્ઠિત ડેવિસકપ માટેની ભારતીય ટીમમાં ત્રીજીવાર સ્થાન પામ્યો છે અને આ વખતે
તેને રમવાની તક મળે તેવા પણ ઊજળા સંજોગો છે. અન્ડર-18 વર્ગમાં ભારતનો નંબર વન ખેલાડી બની ચૂકેલો આર્યન હાલ વર્લ્ડ
રેન્કિંગમાં 390મા સ્થાને પહોંચ્યો છે અને
ગ્રાન્ડસ્લેમમાં સિનિયર સ્તરે રમવાનું લક્ષ્ય ધરાવે છે. ભારત ડેવિસકપમાં સપ્ટેમ્બરમાં
સ્વિત્ઝર્લેન્ડ સામે રમશે. ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદ રહેતા આર્યને ભુજના જીમખાનામાં ટ્રેઈનિંગ મેળવી છે.