હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 7 : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી
પ્રાણઘાતક વીજ અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ
વર્ષ દરમિયાન જિલ્લામાં 170 માનવીઓ અને
179 પશુઓના વીજ અકસ્માત સબંધી ઘટનામાં
મોત નીપજ્યાં છે. વીજ કચેરીમાં કામ કરતા કર્મીઓની સાથે ખાનગી એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓના
પ્રાણઘાતકની સાથે બિનપ્રાણઘાતક અકસ્માતની ઘટનામાં પણ ઉછાળો આવતાં આ પાંચ વર્ષના ગાળામાં
જોવા મળ્યો છે. - મોટાભાગના
કિસ્સામાં માનવીય ભૂલો જવાબદાર : આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારોના જણાવ્યાનુસાર
પ્રાણઘાતક વીજ અકસ્માતની મોટાભાગની ઘટનામાં માનવીય ભૂલો જ કારણભૂત હોય છે. બાંધાકમ
સાઈટ પર સામગ્રીની હેરફેરમાં જો અકસ્માતે વાહનનો વીજલાઈનમાં સંપર્ક થાય તો જીવલેણ દુર્ઘટના
સર્જાતી હોય છે. એ જ રીતે વાડીવિસ્તાર અને રસ્તા પર પાર્ક કરેલાં ટેન્કરમાંથી ઓઈલની
માપણી કરવા વપરાતો સળિયો વીજલાઈનને સ્પર્શે તો પણ દુર્ઘટના સર્જાતી હોવાના અનેક બનાવ
બની ચૂકયા છે. - ટ્રાન્સફોર્મર સુરક્ષિત કરવા
છતાં પશુઓનાં મોત યથાવત્ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ અકસ્માતની ઘટનાઓઁ
ટાળવા માટે તમામ ટ્રાન્સફોર્મરને સુરક્ષિત કરવામાં આવ્યા હોવા છતાં જિલ્લામાં પશુઓનાં
મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં તો આવા બનાવો ઉલ્લ્ઁખનીય રીતે
વધતા હોવાથી આગોતરી સચેતતા કેળવવી અતિ અનિવાર્ય બન્યાનો સૂર વ્યક્ત કરવામં આવી રહ્યો
છે. - નિયમોની અવહેલના ભારે પડી શકે
: નિયમોની અવહેલના આવા કિસ્સામાં ભારે પડી
શકે તેવો મત જાગૃતો વ્યકત કરી રહ્યા છે. જિલ્લા
કલેકટરનું જોહરનામું હોવા છતાં વીજ થાંભલામાંથી આવતા પ્રવાહ સાથે જોડાયેલા કેબલ કનેક્શન
જોખમી સાબિત થઈ શકે તેમ હોવા છતાં જાહરેનામાંનો અમલ કરવામાં અનદેખી કરાઈ રહી છે. તાજેતરમાં
નેત્રાના સબ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીનું વીજશોકથી મૃત્યું થયું હતું, તો ભુજની એક હોટેલમાં પણ આવો જીવલેણ બનાવ થોડા
સમય પહેલા બન્યો હતો.