• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

પોલીટેકનિક ભુજના છાત્રોએ મેળવી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

ભુજ, તા. 7 : હિલગાર્ડન સામે આવેલી સરકારી પોલીટેકનિક માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિમાં મિકેનિકલ એન્જિનીયરિંગ વિભાગના લેક્ચરર દિવ્યાંશુ લોકવાણીનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી નવીનતાએ એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24માં મિકેનિકલ એન્જિનીયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ વિશ્વ ઝાલા અને તેમની ટીમ દ્વારા વિકસાવવામાં આવેલી `સ્માર્ટ સોલાર ક્લીનર' નામની શોધને ભારતીય પેટન્ટ ઓફિસ દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં અને પ્રકાશિત કરવામાં આવી છે.`સ્માર્ટ સોલાર કલીનર' એ નવીન ઉપકરણ છે, જેનો હેતુ સ્વચલિત, ઊર્જા-કાર્યક્ષમ સફાઇ પદ્ધતિ દ્વારા સૌર પેનલની કાર્યક્ષમતા વધારવાનો છે. સંશોધન અને વિકાસ પ્રક્રિયા દરમિયાન ટીમને માર્ગદર્શન આપનારા શ્રી લોકવાણીએ વિદ્યાર્થીઓનાં સમર્પણ અને નવીન ભાવના પર ગર્વ વ્યક્ત કર્યો. આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે, યુવા મન યોગ્ય માર્ગદર્શન અને સમર્થનથી બધું જ પ્રાપ્ત કરી શકે છે. આ શોધ 2025માં ભારતીય પેટન્ટ ઓફિસમાં ફાઇલ કરવામાં આવી હતી. સરકારી પોલીટેકનિક ભુજના પ્રિન્સિપાલ ડો. ગૌરાંગ વિનોદરાય લાખાણી, મિકેનિકલ વિભાગના વડા ડો. સાગર વોરા, તમામ ખાતાના વડા ઉપરાંત ગાંધીનગર સ્થિત ડાયરેકટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશને પણ શ્રી લોકવાણી અને વિદ્યાર્થી ટીમને અભિનંદન આપ્યાં હતાં. 

Panchang

dd