• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

કિડાણાના ચાર માથાભારે શખ્સને કચ્છમાંથી તડીપાર-હદપાર કરાયા

ગાંધીધામ, તા. 7 : તાલુકાના કિડાણામાં રહેતા અને જેના ઉપર ગુજસીટોકના ગુના દાખલ થયેલા છે તેવા ત્રણ શખ્સ સહિત ચાર શખ્સને પોલીસે તડીપાર કર્યા હતા. પૂર્વ કચ્છમાં વારંવાર શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ આચરતા શખ્સો ઉપર રોક લગાવવા કુખ્યાત, માથાભારે શખ્સો સામે કડક પગલાં લેવાના આદેશ બાદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કિડાણાના કાસીમ ઉર્ફે કાસુડો ઈસ્માઈલ ચાવડા સામે ગુજસીટોક સહિતના છ જુદા-જુદા ગુના નોંધાયેલા છે, જુમા આમદ રોહા સામે પણ ગુજસીટોક સહિત પાંચ ગુના પોલીસ ચોપડે ચડયા છે તેમજ ઈસ્માઈલ ઉર્ફે ઈસુડો ઈબ્રાહીમ ચાવડા વિરુદ્ધ ગુજસીટોક સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે તેમજ કિડાણાના વસીમ આરમ ઉર્ફે વસીમ હાજી આમદ સોઢા સામે અગાઉ જુદી-જુદી કલમો તળે ત્રણ ફરિયાદ થઈ છે. બી-ડિવિઝન તથા એલ.સી.બી.એ આ ચારેય શખ્સની હદપાર, તડીપારની દરખાસ્ત તૈયાર કરી અંજાર પ્રાંત અધિકારીને મોકલાવી હતી, જ્યાં દરખાસ્ત મંજૂર કરાતાં ચારેયને હસ્તગત કરી જિલ્લામાંથી તડીપાર-હદપાર કરવામાં આવ્યા હતા. 

Panchang

dd