બુલાવાયો, તા. 7 : ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટના
પહેલા દિવસથી જ ન્યૂઝીલેન્ડે વર્ચસ્વ જમાવ્યું છે. ઝિમ્બાબ્વેને 12પ રને ઓલઆઉટ કર્યા પછી આજની રમતના અંતે
ન્યૂઝીલેન્ડના એક વિકેટે 174 રન થયા હતા.
આથી તે 49 રને આગળ થયું છે. વિલ યંગ 74 રને આઉટ થયો હતો. ડવેન કોન્વે
79 રને અને નાઇટ વોચમેન જેકેબ
ડફી આઠ રને રમતમાં હતા. આ પહેલા કિવીઝ બોલર મેટ હેનરીએ પાંચ વિકેટ લીધી હતી. આ પહેલાં
આજે ચાના સમય અગાઉ ઝિમ્બાબ્વે ટીમનો 48.પ ઓવરમાં 12પ રનમાં ધબડકો
થયો હતો. જેમાં ઓપનર બ્રેંડન ટેલરના 44 રન સર્વાધિક હતા. તેણે સાડા ત્રણ વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં
વાપસી કરી હતી. 39 વર્ષીય ટેલર
પર મેચ ફિક્સિંગ ઓફરની વિગત છૂપાવવાનો આરોપ સાબિત થયો હતો. આ પછી તેના પર આઇસીસીએ સાડા
ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકયો હતો. આજે તેણે વાપસી સાથે 107 દડામાં છ ચોગ્ગાથી 44 રન કર્યા હતા. આ સિવાય તફાડવ્જા
ત્સિગાના અણનમ 33 રન હતા. ન્યૂઝીલેન્ડ તરફથી
મેટ હેનરીએ 40 રનમાં પાંચ અને જેફરી ફ્રોકસે
પદાર્પણ મેચમાં 38 રનમાં ચાર
વિકેટ લીધી હતી. કિવીઝ ટીમ તરફથી જેકેબ ડફી અને મેથ્યુ ફિશરે પણ ટેસ્ટ ડેબ્યૂ કર્યા
હતા.