• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

રોહિત શર્માની દરમિયાનગીરીથી જયસ્વાલે મુંબઇ ટીમ છોડી નહીં

મુંબઈ, તા. 7 : આઇપીએલ-202પ દરમિયાન એવા અહેવાલ સામે આવ્યા હતા કે ડાબોડી યુવા બેટધર યશસ્વી જયસ્વાલ ઘરેલુ ક્રિકેટમાં પોતાની ટીમ મુંબઇને છોડી રહ્યો છે. યશસ્વીએ ગોવા ટીમ તરફથી રણજી ટ્રોફી અને અન્ય ક્રિકેટની મેચો રમવાનું મન બનાવી લીધું હતું અને આ માટે તેણે મુંબઇ ક્રિકેટ સંઘ પાસેથી એનઓસી માટે અરજી પણ કરી દીધી હતી. જો કે, આઇપીએલ દરમિયાન ઇંગ્લેન્ડ પ્રવાસની ટીમ જાહેર થાય એ પહેલાં જ યશસ્વી જયસ્વાલે ગોવા ટીમમાં સામેલ થવાની પોતાની યોજના પડતી મૂકી દીધી હતી. હવે એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં એવો દાવો થયો છે કે રોહિત શર્માની સમજાવટથી જયસ્વાલે મુંબઇ ટીમ છોડવાનો પોતાનો નિર્ણય ટાળ્યો હતો. રોહિત શર્માએ જયસ્વાલને સમજાવ્યો કે, કારકિર્દીના આ તબકકે ઘરેલુ ટીમમાં ફેરફાર કરવો હિતાવહ રહેશે નહીં. આ ઉપરાંત ભારત તરફથી રમવાના સપનાંને સાકાર કરવા માટે મુંબઇ ટીમની ભૂમિકાની યાદ અપાવી. એમસીએના અધ્યક્ષ અજિંકય નાઇકે કહ્યંy કે, રોહિતના કહેવાથી યશસ્વીએ મુંબઇ ટીમ છોડી નહીં. રોહિતે તેને સમજાવ્યું કે, મુંબઈ તરફથી રમવું ગર્વ અને પ્રતિષ્ઠાની વાત છે. જેણે રેકોર્ડ 42 વખત રણજી ટ્રોફી જીતી છે.  અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે યશસ્વી જયસ્વાલ 11 વર્ષની ઉંમરે ઉત્તરપ્રદેશથી ક્રિકેટનાં સપનાં સાકાર કરવા મુંબઇ આવ્યો હતો.  

Panchang

dd