ભુજ / ગાંધીધામ, તા. 7 : કચ્છમાં જુગારના
નવ દરોડામાં પોલીસે 46 ખેલીને ઝડપી
પાડયા હતા. આ દરોડામાં જુગારીઓ પાસેથી કુલ રોકડા રૂા. 1,78,340 પોલીસે જપ્ત કર્યા હતા. : ભુજમાં ત્રણ દરોડામાં 12 મહિલા સહિત 20 ખેલી ઝડપાયા : ભુજમાં જુગારના જુદા-જુદા ત્રણ દરોડામાં
બાર મહિલા સહિત 20 શખ્સને રોકડા
રૂા. 26,770ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી
કરી હતી. ભુજના રઘુવંશી ચોકડી પાસે વાલરામનગર ખાતે નીલાબેન ભરતભાઇ ઠક્કરના ઘરના આંગણામાં
ગઇકાલે સાંજે તીનપત્તીનો જુગાર રમતા નીલાબેન ઉપરાંત રુક્ષ્મણિબેન ચંદીલાલ લુહાર, જાગૃતિબેન અમીન ચૌહાણ, હેમલતાબેન મનસુખલાલ સુથાર, ચેતનાબેન ભૂપેન્દ્રભાઇ મકવાણા,
પ્રિયાબેન તુષારભાઇ રાજગોર, દક્ષાબેન પરષોત્તમભાઇ
મકવાણા, રીટાબેન પીયૂષભાઇ, વૈશાલીબેન દિનેશભાઇ
(રહે. તમામ ભુજ) તથા કાજલબેન મહેશભાઇ ઠક્કર (રહે. માધાપર)ને રોકડા રૂા. 13,170ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન
પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ગઇકાલે રાત્રે જૂના સ્વામિનારાયણ
મંદિર પાસે તીનપત્તીનો જુગાર રમતા રોશનીબેન દિનેશ સોલંકી, લક્ષ્મીદાસ જેરામદાસ સાધુ, મહેશભાઇ મંગળદાસ પરમાર અને દાદાભાઇ દુદાભાઇ કોલી (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા.
10,360ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન
પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ તા. 7/8ના રાત્રે 2.30 વાગ્યે બાતમીના આધારે આશાપુરા
નગરમાં સંજય વેલજી જોગીના આંગણામાં રમતા જુગાર પર એ-ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, જ્યાં તીનપત્તીનો જુગાર રમતા સંજય ઉપરાંત તુષાર
વેલજી જોગી, રામજી રમેશ જોગી, ભાવેશ રમેશ
જોગી (રહે. તમામ ભુજ) અને કિશોર મંગલભાઇ પારાધી (માંડવી)ને રોકડા રૂા. 3240ના મુદ્દામાલ સાથે પકડી ગુનો
નોંધી કાર્યવાહી કરી હતી. - નખત્રાણામાં
પાંચ ખેલી પકડાયા : નખત્રાણાના
સુરલભિટ્ટ ડુંગર પાસે બાવળોની ઝાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા ભરત માવજીભાઈ ગરવા, પ્રવીણભાઈ સામતભાઈ મહેશ્વરી, બાબુલાલ ગોવિંદભાઈ વાઘેલા, ભીખાભાઈ વંકાભાઈ રબારી (રહે.
ચારે સુરલભિટ્ટ નખત્રાણા) અને રાજેશ વેલજીભાઈ જોશી (નખત્રાણા)ને રોકડા રૂા. 10,220ના મુદ્દામાલ સાથે નખત્રાણા
પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. - રાપરના ડાભુંડામાં ચાર ઝડપાયા, ત્રણ નાસી જવામાં સફળ રહ્યા : ડાભુંડામાં
નીરૂભા ચમનસિંહ પીરની વાડીમાં ઓરડીની આગળ ઝાડ નીચે જુગાર ખેલાઈ રહ્યો હતો, ત્યારે અચાનક આવેલી પોલીસે નીરૂભા ચમનસિંહ પીર,
જુવાનસિંહ ટપુભા જાડેજા, નારણસિંહ હરિસિંહ સોઢા,
રમણીક ભચા કોલીને પકડી પાડયા હતા, જ્યારે નવીન
છગન કોળી, કેસુભા ચમજી સોઢા, જીવણ ભગુ ભરવાડ
નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 55,450 તથા ચાર ફોન, એક બાઈક એમ કુલ રૂા. 95,450નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
- મોટી ચીરઈમાં 45 હજાર સાથે બે શખ્સની અટક : મોટી ચીરઈ ગામ પાછળ કોળીવાસમાં પોલીસે છાપો
માર્યો હતો. અહીં પત્તા ટીંચતા વીરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જામુભા
જાડેજાની અટક કરાઈ હતી, જ્યારે રાજુભા
કાનજીભા જાડેજા, હરપાલસિંહ નટુભા જાડેજા, મયૂરસિંહ કિરીટસિંહ જાડેજા અને જાહીદખાન સિધિકખાન પઠાણ નામના શખ્સો હાથમાં
આવ્યા નહોતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 45,000, ત્રણ ફોન તથા એક મોપેડ એમ કુલ
રૂા. 1,35,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
- શિકરામાં પાંચ ખેલીની ધરપકડ
કરતી પોલીસ : શિકરામાં રમેશ ભૂરા સંઘારની વાડીની બાજુમાં
બાવળની ઝાડીમાં જુગાર ચાલુ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી
હસમુખ વિશનજી ઠક્કર, કાંતિલાલ ડાયાલાલ
પરમાર, વિનોદ હેમરાજ ઠક્કર, સવા ઉમર સંઘાર, કરશન સોનીની ધરપકડ
કરી રોકડા રૂા. 22,000 તથા
ચાર મોબાઈલ એમ કુલ રૂા. 52,500નો મુદ્દામાલ
હસ્તગત કરાયો હતો. - ગાંધીધામમાં
પત્તા ટીંચતા ત્રણ ખેલીની ધરપકડ : ગાંધીધામના નવી સુંદરપુરી ભરવાડવાસ, હનુમાન મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પોલીસ ત્રાટકી
હતી. અહીંથી કરણ સુરેશ લુહાર, વિપુલ પુના ભરવાડ, રાજુ દેવા ભરવાડની અટક કરી રોકડા રૂા. 15,700 જપ્ત કરાયા હતા. - શિણાય ખાતેથી સાત ખેલીને ઝડપી
લેવાયા : શિણાયના ચોકમાં લીમડાના ઝાડ નીચે જુગાર
રમતા સંજય મોહન બામણિયા, પ્રવીણ મનજી
વાણિયા, શૈલેશ સામજી વાઘમશી, કૈલાસ અરજણ
મ્યાત્રા, કિશોર ગગુ કોઠિવાર, કૈનયાલાલ
ધનજી વાઘમશી અને ગોપાલ છગન સોરઠિયા (વાઘમશી)ની ધરપકડ કરી રોકડા રૂા. 12,200 જપ્ત કરાયા હતા.