• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

મેવાસામાં ખોટા પુરાવા ઊભા કરી બારોબાર જમીન વેચાઇ

ગાંધીધામ, તા. 7 : રાપરના મેવાસાની જમીન પચાવી પાડવા મુંબઇગરાના ખોટા આધારકાર્ડ, ખોટા દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નખાતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેવાસાના હાલે મુંબઇ રહેતા જેરામ હરજી મણોદરાએ  આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની વડીલોપાર્જિત જમીન મેવાસામાં આવેલી છે, જે જમીન એન.એ. કરાવવા આ આધેડ પોતાના વતન આવી રાપર મામલતદાર કચેરીમાં જતાં તેમની આ જમીન બારોબાર વેચાઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. ગાગોદરના પ્રવીણસિંહ દુદાજી ખોડ નામના શખ્સે ફરિયાદીનું ખોટું આધારકાર્ડ બનાવી, ખોટી પાવર ઓફ એટર્ની બનાવી હતી. તમામ દસ્તાવેજોમાં ખોટી સહી, ખોટું સરનામું, ખોટી જન્મતારીખ નોંધવામાં આવી હતી. આ ખોટા પુરાવા ઊભા કરી પ્રવીણસિંહે જમીન પચાવી પાડવા, છેતરપિંડી આચરી બારોબાર પોતાના ભાઇ ઘનશ્યામસિંહ દુદાજી ખોડને વેચી નાખી હતી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેની નોંધ કરાવી હતી. ગત તા. 23/12/2016થી 7/8/2025 દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd