ગાંધીધામ, તા. 7 : શહેરની પાયાની સંસ્થા સિન્ધુ
રિસેટલમેન્ટ કોર્પોરેશન અને અગ્રણી વ્યાપારી
સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમ્યાન સંકુલની વિકાસલક્ષી યોજનાઓ અને
પ્રર્વતમાન પરિસ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. એસ.આર.સી.ના કાર્યકારી ચેરમેન પ્રેમ એસ. લાલવાણી
અને જનરલ મેનેજર બી.એચ. ગેહાની સાથે રૂબરૂ
મુલાકાત લઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ચેમ્બર માનદમંત્રી મહેશ તીર્થાણીએ મુલાકાત
દરમ્યાન થયેલી ચર્ચા-વિચારણાની માહિતી આપતાં કહ્યું હતું કે, પ્રતિનિધિમંડળે એસ.આર.સી. દ્વારા સંકુલના વિકાસમાં આપેલા અનન્ય યોગદાનને યાદ કરાયું
હતું. કચ્છ રાષ્ટ્રનો ઝડપથી વિકસતો જિલ્લો
ગણાય છે અને સંકુલની અગ્રણી સંસ્થાઓ જેવી કે એસ.આર.સી., ડી.પી.એ.ના
સહયોગથી ગાંધીધામ સંકુલ જિલ્લાનું આર્થિક પાટનગર ગણાય છે અને જ્યારે ગાંધીધામ શહેર
મહાનગર બની ચૂક્યું છે ત્યારે સંકુલના સર્વગ્રાહી અને સંતુલિત વિકાસ માટે સઘન ચર્ચા
થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખ અને ભૂતપૂર્વ પ્રમુખ તેજા કાનગડે બેઠકની
વધુ વિગત આપતાં કહ્યું હતું કે સંકુલમાં લીઝધારકો/પ્લોટધારકોને અપાયેલી નોટિસો
સંદર્ભે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. આ બાબતે ચેમ્બર પ્રતિનિધિમંડળે
સાંસદ, ધારાસભ્ય તથા અન્ય સંલગ્ન સંસ્થાઓ, એસ.આર.સી., ડીપીએ, જીડીએને સાથે
રાખી પ્રવર્તમાન વિક્ટ પરિસ્થતિનું યોગ્ય અને સમાધાનકારી નિરાકરણ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી,
જેથી શહેરની સુંદરતા, સુવિધા અને ઉદ્યમિતામાં વૃદ્ધિ
થઈ શકે. ગાંધીધામ ચેમ્બર હંમેશાં સમસ્ત વેપાર-ઉદ્યોગના
પ્રોત્સાહન અને વિકાસ માટે તથા જનકલ્યાણ/જનહિતનાં કાર્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનાં
વિવિધ મંત્રાલયો, વિભાગો, સ્થાનિક વહીવટી
તંત્ર, સાંસદ, ધારાસભ્ય સાથે સંકલન સાધી
એક મજબૂત સેતુથી ભૂમિકા અદા કરી રહી હોવાનું
કાર્યકારી ચેરમેન પ્રેમ લાલવાણીએ જણાવ્યું
હતું. તેમણે ચેમ્બરની કાર્યવાહીને બિરદાવી
સંકુલના વિકાસ માટે અને પ્રવર્તમાન પરિસ્થિતિના નિરાકરણ માટે એસ.આર.સી. તરફથી સંપૂર્ણ સહયોગની બાંહેધરી આપી
હતી, પ્રતિનિધિ મંડળમાં કારોબારી સમિતિના સભ્યો આદિલ સેઠના,
હરીશ માહેશ્વરી, જગદીશ નાહટા, અનિમેષ મોદી અને શરદ શેટ્ટી જોડાયા હતા, તેવું આ અખબારી
યાદીમાં માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું છે.