• શુક્રવાર, 08 ઑગસ્ટ, 2025

કાનમેરના પ્રવેશવાના રસ્તા પર પાણી ભરાતાં મુશ્કેલી

ગાંધીધામ, તા. 7 : કાનમેરમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર 70 ફુટ જેટલા અંતર સુધી વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને અને વાહનોને આવવા જવામાં હાલાકી વેઠવી પડે છે. કાનમેરમાં પ્રવેશવા માટે હોડીથી જવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. આ અંગે કાનમેરના સરપંચ રામજીભાઈ ભાટીએ જણાવ્યું હતું કે, કાનમેરમાં પ્રવેશવાના રસ્તાની સમાંતરે નર્મદા સબ ડિસ્ટ્રિક્ટ કેનાલ બનતા બાજુમાં આવેલા આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતાં હોવાથી યાતાયાત મુશ્કેલ બન્યો છે. આગળનાં ખેતરમાંથી પાણી નીકળી જતું હતું. આ સ્થિતિના કારણે  વાહનો પસાર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોવાનું, ખેતરના માલિકે બંધ કરતા આ મુખ્ય માર્ગે જળ ભરાવ થવાથી મુશ્કેલી ઊભી થઈ હોવાનું પત્રમાં જણાવાયું છે. આનો ઉકેલ લાવવા નર્મદા નિગમના અધિકારી સહિત વિવિધ જગ્યાએ પત્ર દ્વારા રજૂઆત કરી હોવાનું કાનમેર સરપંચે જણાવ્યું હતું. 

Panchang

dd