લંડન, તા. 4 : ઓવલ
ટેસ્ટની જીત જ નહીં, પણ ટીમ ઇન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં
2-2ની બરાબરી પર પહોંચાડવામાં મહત્વનું
યોગદાન આપનારનું નામ છે મોહમ્મદ સિરાજ. આ ઝનૂની ઝડપી બોલરે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં
એક હજારથી વધુ દડા ફેંકયા, થાક્યો નહીં અને અંતમાં ભારતને જીત
અપાવીને રહ્યો. અંતિમ મેચમાં તેણે 9 વિકેટ
લીધી અને શ્રેણીનો અંત 23 વિકેટ
સાથે કર્યો. ઓવલ ટેસ્ટની 6 રનની
રોચક જીત બાદ સિરાજે કહ્યંy કે
અમે બધાએ આકરી મહેનત કરી અને અંત સુધી લડત આપી. મારી આજે એક જ યોજના હતી કે યોગ્ય દિશામાં
બોલિંગ કરવી. મને ખુદ પર ભરોસો હતો કે ટીમ માટે હું આવું કરીશ. સિરાજે સ્વીકાર્યું
કે જો મેં હેરી બ્રુકનો કેચ બાઉન્ડ્રી લાઈન પર ઝડપી લીધો હોત તો મેચ આ સ્થિતિમાં ન
હોત. સિરાજે વધુમાં જણાવ્યું કે મને ભરોસો હતો કે હું મેચ પલટાવીશ. મેં આજે મારા સ્માર્ટ
ફોનમાં ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીનો રોનાલ્ડોની એક બિલીવ વાળી ઇમોજી લગાવી હતી.