• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

કેન્સર મુકત થયેલા દર્દીઓની ઉપસ્થિતિમાં તબીબના જન્મ દિવસની અનોખી ઉજવણી

ગાંધીધામ, તા. 13 :  અહીના વતની અને અમદાવાદમાં સેંકડો દર્દીઓને કેન્સરની જટીલ બીમારીમાંથી મુકિત અપાવનારા તબીબનો જન્મ દિવસ ઉજવાયો હતો. છેલ્લ અઢી દાયકાથી અમદાવાદ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ કેન્સર હોસ્પિટલ ધરાવતા ડો.ધવલ રતિલાલ રાજદેના પ0માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. તેઓની સારવાર થકમી કેન્સર મુકત થયેલા 150 જેટલા દર્દીઓની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. સ્વસ્થ થયેલા દર્દીઓએ હષના આશું સાથે તબીબની આત્મીયસભર સારવારના પ્રસંગોને રજુ કર્યા હતાં અને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી. આ વેળાએ જાણીતા હાસ્યકલાકાર શાહબુદીન રાઠોડ, રતિલાલ રાજદે, અમદાવાદના નિષ્ણાંત તબીબો, શુભેચ્છોએ ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી હતી. ડો.રાજદેએ ગાંધીધામમાં સ.વ.પ ગુજરાત વિદ્યાલયમાં અભ્યાસ કરી જામનગર અને અમદાવાદમાં એમ.સી.એચ કેન્સરનાઅભ્યાસ કર્યો હતો. અમદાવાદની વિવિધ કેન્સર હોલસ્પિટલોમાં સર્જન તરીકે તેઓ હાલ સેવા આપી રહ્યા છે.

Panchang

dd