કોલકાતા, તા. 9 (પીટીઆઈ) : દુષ્કર્મ અને હત્યાના
એક વર્ષ પૂર્ણ થવાના દિવસે શનિવારે કોલકાતા અને નજીકના હાવડાના રસ્તાઓ પર અંધાધૂંધ
અને હિંસક આંદોલનનો માહોલ છવાઈ ગયો હતો અને પીડિતાની માતાને માથાંમાં ઈજા થતાં હોસ્પિટલમાં
દાખલ કરવી પડી હતી. ભાજપના નેતાઓએ પણ દેખાવો કરતાં મમતા બેનરજીનાં રાજીનામાની માંગ
કરી હતી. રાજ્યમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી,
ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ સહિત 20 ધારાસભ્ય, દેખાવકારોએ બેરિકેડ્સ હટાવવાની કોશિશ કરી હતી.
`નબન્ના ચલો અભિયાન' દરમિયાન પોલીસ અને વિરોધીઓ વચ્ચે તબક્કાવાર
અને અનેક સ્થળોએ અથડામણ થઈ હતી, જે આરજી કર પીડિતા માટે `ન્યાય'ની માગણી સાથે રાજ્ય સચિવાલય તરફ કૂચ હતી. કોલકાતા અને હાવડા બંનેમાં આંદોલનકારીઓના
ઓછામાં ઓછા ત્રણ સરઘસ નીકળ્યા હતા, જેમાં પોલીસના કડક બંદોબસ્ત
વચ્ચે 10 ફૂટ ઊંચા લોખંડના બેરિકેડ ગોઠવવાનો
સમાવેશ થાય છે. વિડંબના એ છે કે, આ હિંસા
રાખીબંધન નિમિત્તે થઈ હતી, જે પરંપરાગત રીતે બંગાળમાં સંવાદિતા
અને ભાઈચારો ફેલાવવા માટે ઊજવાય છે. મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવાસસ્થાનથી થોડાક
સો મીટર દૂર દક્ષિણ કોલકાતાના હઝરા ક્રોસિંગ પર એક અલગ વિરોધ સભામાં, બે શોકગ્રસ્ત માતાઓ ન્યાય માટે એકસાથે આવી હતી. જૂનમાં યોજાયેલી પેટાચૂંટણીનાં
પરિણામોની ઉજવણી દરમિયાન બોમ્બ ફેંકાયા બાદ નાદિયા જિલ્લાના કાલીગંજમાં માર્યા ગયેલા
13 વર્ષીય તમન્ના ખાતુનની માતા
અનેક સંગઠનો દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી.