નવી દિલ્હી, તા. 9 : અમે `લાપતા લેડીસ' વિશે સાંભળ્યું હતું, પણ `લાપતા ઉપરાષ્ટ્રપતિ' વિશે પહેલીવાર સાંભળી રહ્યા છીએ તેમ રાજ્યસભા
સાંસદ કપિલ સિબ્બલે કટાક્ષ કરતાં સવાલ કર્યો હતો કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
જગદીપ ધનખડ ક્યાં છે તેની સત્તાવાર કોઈ સૂચના ન હોવાનું કહી વિપક્ષને અપીલ કરી હતી
કે, ધનખડની સુરક્ષાનું ધ્યાન રાખે. એક મીડિયા હેવાલ મુજબ,
સિબલે કહ્યું હતું કે, પહેલા દિવસે ધનખડના અંગત
સચિવને ફોન પર પૂછ્યું હતું, ત્યારે તેઓ આરામ કરી રહ્યા છે તેમ
જાણવા મળ્યું હતું. ત્યાર પછીથી કોઈ વાતચીત થઈ નથી કે તેમના ઠેકાણા વિશે પણ કંઈ ખબર
નથી. એટલું નહી, પણ તેમના વિશે કોઈ સત્તાવાર સૂચના પણ નથી મળી.
તેઓ તેમના સત્તાવાર આવાસ પર પણ હાજર નથી. સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,
તેઓ બાંગલાદેશીઓને તો કોઈ પણ જગ્યાએથી શોધી લ્યો છો, તેથી મને વિશ્વાસ છે કે, સરકાર તેમને શોધી જ લેશે. વધુમાં
રાજ્યસભા સાંસદે કહ્યું હતું કે, ધનખડ મારા નજીકના મિત્ર છે.
અમે ઘણા કેસમાં સાથે રહ્યા છીએ. તેથી આવી સ્થિતિમાં હૈબિયસ કોર્પસ અરજી દાખલ કરવી પડશે
કે શું તેવો સવાલ તેમણે કર્યો હતો.