• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

ગીરનો સાવજ ગુજરાત જ નહીં, સમગ્ર ભારતનું ગૌરવ

જૂનાગઢ તા. 9 : સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે. જો કે, સિંહ સંરક્ષણ અને સંવર્ધનના કારણે સાવજો આજે સૌરાષ્ટ્રના સાત જિલ્લાના 30 હજાર ચો.કિ.મી.માં વિહરતા થયા છે. સિંહોના જતન સંવર્ધન માટે લોકજાગૃતિ કેળવાઈ તે માટે તા.10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતોમાં રાજય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 891 થઈ છે. રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે, ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઆ સિંહદર્શન માટે સાસણ અને દેવળીયા ઉમટે છે. પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે.પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ  ગુજરાતનું ગારવ એવા સિંહ,ગીરના જંગલમાં પ્રકૃતિના અલાકીક સાંર્દયને માણવા આવે છે. ગીર ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે. કુદરતી રીતે જ એશિયાઇ સિંહએ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. એશિયાઈ સિંહોની અવરજવરવાળો વિસ્તાર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે. વર્તમાન સમયમાં સિંહ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્ય અને તેના સિવાય તેની આજુબાજુના જંગલ વિસ્તારો જેવા કે પાણીયા વન્યજીવ અભયારણ્ય, મીતીયાળા વન્યજીવ અભયારણ્ય, ગિરનાર અભયારણ્ય,બરડા વન્યજીવ   અભયારણ્ય, દરિયાકાંઠાનો વિસ્તારો અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ તથા ભાવનગરની અનામત અને બિન અનામત વિડીઓ તેમજ રેવન્યુ વિસ્તારમાં પણ છુટા છવાયા જોવા મળે છે. તેમજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં અવારનવાર અવર-જવર કરે છે.આ વિસ્તારોમાં વ્યવસ્થાપનની કામગીરી વન વિભાગ રાજ્ય દ્વારા કરવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે, વર્ષ-2013માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ (ALERT) ના સ્થાપકો દ્વારા તા.10 ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ-2016થી કરાઇ હતી. 

Panchang

dd