જમ્મુ, તા. 5 : પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના
પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને પાક સૈનિકોએ
અંદાજિત 10થી 15 મિનિટ સુધી ગોળબાર કર્યો હતો,
જેનો ભારતીય સેનાએ પણ પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ,
નાના હથિયારો વડે પાકિસ્તાનના સૈનિકોએ ગોળીબાર કર્યો હતો, ભારતીય જવાનઓએ પણ જડબાંતોડ જવાબ આપ્યો હતો. જો કે, ત્યાર
બાદ પાક સૈનિકોએ ફાયરિંગ બંધ કરી દીધી હતી. અલબત્ત, પાક એલઓસી
પર આતંકવાદીઓને ઘુસાડવાની ફિરાકમાં હોવાથી હાઈએલર્ટ જારી કરાયું છે. ભારતીય સેનાની
04-જેએકે રાઈફલે દાવો કર્યો હતો
કે, પાક સેનાની 801 મજાહદીન પોસ્ટ, એલપી-1એ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં 12થી 15 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. નોંધનીય છે કે, ઓપરેશન સિંદૂર વખતે પણ પાક દ્વારા યુદ્ધ વિરામનો
ભંગ કરાયો હતો અને અનેક વિસ્તારોમાં ગોળીબાર કરાયો હતો.