• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભુજના બે ઠગબાજે નકલી સોનાનું બિસ્કિટ પધરાવી, છરી બતાવી 8.50 લાખ કઢાવ્યા

ભુજ, તા. 12 : સસ્તા સોનાની લાલચમાં આવી અનેક લોકો ભુજના ઠગબાજોના જાસામાં આવી ચૂક્યા છે, ત્યારે  આવો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના એક શખ્સને નકલી સોનાનું બિસ્કિટ આપી, છરી બતાવી રૂા. 8.50 લાખ બળજબરીથી કઢાવી લીધાની વિગતો સામે આવી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે બનાસકાંઠા જિલ્લાના દાંતિવાડા તાલુકાના એક ગામના મહેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ મહેશ પટેલ અને સંતોષે સાહેદને  બજાર કિંમત કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવીને  ભુજ બોલાવ્યા હતા. સાહેદ તા. 2/11/25ના ભુજના આરટીઓ સર્કલ પાસે આવતા સાહેદને  નકલી સોનાનું બિસ્કિટ પધરાવી, છરી બતાવીને રૂા. 8.50 લાખ બળજબરીપૂર્વક કઢાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ મહેશ પટેલનું સાચું નામ અબ્દુલ નોતિયાર અને સંતોષનું સાચું નામ હનિફ સમેજા (રહે. બંને ભુજ) સામે આવતાં અબ્દુલ અને હનિફ સામે પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ પીએસઆઇ મયૂર પટેલે હાથ ધરી છે. 

Panchang

dd