વવાર (તા.મુંદરા), તા.12 : ગાંધીધામ-મુંદરા
હાઈવે વડાલાથી લુણી થઈને મુંદરા જતા માર્ગે ગાંડા બાવળોએ સામ્રાજ્ય ફેલાવી દીધું છે.
આ રસ્તો સતત નાના વાહનોથી ધમધમતો છે, ત્યારે ગાંડા બાવળોને કારણે અકસ્માતનો ભય સર્જાયો છે. સ્થળ પરથી જાગૃત નાગરિકોએ
રોષ સાથે જણાવ્યું હતું કે, અહીંથી સ્કૂલ વાહનો પસાર થાય છે.
એસ.ટી. બસો, ખાનગી પેસેન્જર વાહનોની સતત અવર-જવર ચાલુ છે. આ બાવળો
ઘણો અવરોધ ઊભો કરી રહ્યા છે. રસ્તા પર દોરેલી સફેદ પટ્ટી પર એ પહોંચી આવ્યા છે અને
ક્યાંક એ પટ્ટીને ક્રોસ પણ કરી ગયા છે, છતાં જવાબદાર તંત્ર આંખ
આડા કાન કરવામાંથી જ ઊંચું આવતું નથી. રાત્રે ફૂલ લાઈટોમાં આવતા વાહનોને કારણે આ સમસ્યા
વધી જાય છે અને અકસ્માતની સંભાવના વધી જાય છે. તેઓએ સાથે એવું પણ જણાવ્યું કે, આ માર્ગ વચ્ચે જે પુલો
બની રહ્યા છે, ત્યાં ડાયવર્ઝનો પણ વ્યવસ્થિત નથી બનેલા અને અકસ્માતો
પણ થઈ ચૂક્યા છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કચ્છના બે વ્યસ્ત
શહેર મુંદરા તેમજ ગાંધીધામને જોડતા આ રસ્તા પર ગાંડા બાવળોની વ્યવસ્થિત સફાઈ થાય એવી
માગણી છે. (તસવીર-અહેવાલ : માણેક ગઢવી)