• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ગુજરાતના ટીટી ખેલાડી માનવ ઠક્કરે વિશ્વ ક્રમાંકમાં મોખરાના 35 ખેલાડીમાં સ્થાન હાંસલ કર્યું

ગાંધીધામ, તા. 12 : ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે તેની પ્રભાવશાળી કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરતાં વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં મોખરાના 35 ખેલાડીમાં સ્થાન હાંસલ કર્યું છે. આમ કરનારો તે માત્ર ત્રીજો ભારતીય અને કુલ પાંચમો ભારતીય પેડલર બન્યો હતો. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ)ના 2025ના 46મા સપ્તાહ માટેના તાજા જાહેર કરાયેલા ક્રમાંક મુજબ 25 વર્ષીય સુરતી ખેલાડી માનવ વિશ્વમાં 35મા ક્રમે પહોંચી ગયો છે. આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ એ. શરથ કમાલ, જી. સાથિયાન, શ્રીજા અકુલા અને મણિકા બત્રાની હરોળમાં આવી ગયો છે. અગાઉ આ ખેલાડીઓએ વર્લ્ડ ક્રમાંકમાં 35 ક્રમનો માર્ક પર કર્યો હતો. માનવ માટે 2025ની સિઝન યાદગાર રહી છે. આ દરમિયાન તે વિશ્વના કેટલાક ટોચના ખેલાડીઓ સામે સંખ્યાબંધ રોમાંચક મેચો રમ્યો છે. તેની આગેકૂચમાં ચેન્નાઈ ખાતેની ડબલ્યુટીટી સ્ટાર કન્ટેન્ડરમાં ભૂતપૂર્વ 15મા ક્રમાંકિત કોરિયન ખેલાડી લિમ જોંગહૂન સામેના મુકાબલાનો પણ સમાવેશ થાય છે. 

Panchang

dd