ભુજ, તા. 12 : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત
ગાંધીનગર આયોજિત જિલ્લા રમત-ગમત અધિકારી રાજકોટ સંચાલિત સરદાર પટેલ સ્નાનાગર ખાતે રાજ્ય
કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં રાજ્યભરમાંથી 500થી વધારે તરવૈયાએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માધાપરની હિમધી
ગિરીશભાઇ ચૌહાણ ત્રણ મેડલ મેળવી વિજેતા થઇ હતી. હિમધીએ બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ
મેળવ્યા હતા. આ બદલ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ `સમાજરત્ન' વિનોદ સોલંકી અને કેળવણી મંડળના પ્રમુખ ડો.
મનોજ સોલંકીએ તેને બિરદાવી હતી. આ અગાઉ હિમધીએ
દરિયાની એક કિલોમીટર તરણ સ્પર્ધામાં સતત બે વર્ષ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ સહિત રાજ્ય, ઝોન
અને રાષ્ટ્રીય કક્ષાએ 30થી પણ વધારે
મેળવ્યા છે.