ભુજ, તા. 12 : પશ્ચિમ કચ્છમાં ચકલા-પોપટ અને
વરલી મટકાની બદીએ માથું ઊંચકયું છે તે વચ્ચે ગઈકાલે રાત્રે એલસીબીએ શહેરમાં એક સફળ
દરોડો પાડી જુગાર રમાડનાર સાથે પાંચ ખેલી એમ છ જુગારીને ચિત્ર ફરક જુગાર રમતા ઝડપી
લીધો હતો અને મુખ્ય સુત્રધારનું નામ ખુલ્યું હતું. આરોપીઓ પાસેથી રોકડા રૂા. 19,320 સહિત રૂા. 97,720નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
આ દરોડા અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી તથા પી.એસ.આઈ.
જે.બી. યાદવની જુગારની બદી નાબૂદ કરવાની સુચના પગલે એ.એસ.આઈ. સુરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા કોન્સ. જીલરાજ
ગઢવી અને કલ્પેશભાઈ ચૌધરી શહેરમાં કાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે સુરેન્દ્રસિંહને
બાતમી મળી હતી કે, કૌશિક વિનોદભાઈ ભાવસાર (રહે. જેષ્ઠાનગર,
ભુજવાળો) અમુક માણસોને ભેગા કરી બસ સ્ટેશન તરફના વાણિયાવાડના રાજન ફર્નિચરની
સામે બાવળોની ઝાડીઓમાં ચિત્રવાળા પુઠામાં ચીઠ્ઠી કાઢી ચિત્ર ફરકનો જુગાર રમાડી રહ્યો
છે. આ બાતમીના પગલે રાતના અંધારામાં પોલીસે દરોડા પાડી જુગાર રમાડતા કૌશિક ઉપરાંત ખેલી
નીખિલ ઈશ્વરલાલ જોશી (માધાપર), મામદ ફકીરમામદ ખલીફા, જાફરહુશેન જુસબ લુહાર, પાર્થ ભરતભાઈ ઓઝા અને એજાજ રમજુ
ત્રાયા (રહે. તમામ ભુજ)ને ઝડપી લીધા હતા. જયારે હીરેન ઠક્કર (રહે. ભુજ) હાજર મળ્યો
ન હતો. આ દરોડોમાં રોકડા રૂા. 19,720 સાત મોબાઈલ કિ. રૂા. 35,000 તથા બે ટુ-વ્હીલર કિ. રૂા. 40,000 એમ કુલ્લે રૂા. 97,720નો મુદ્દામાલ કબજે લઈ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો
હતો. કૌશિકની પુછતાછમાં આ રીતે જુગાર રમાડયા હિરેન ઠક્કરે કહ્યું હતું અને જુગારના
વેપારના રૂપિયા તેને આપવાના હતા. અત્રે ઉલ્લેનીય કચ્છ જિલ્લામાં મુખ્ય મથક ભુજ અને
......નગર ગાંધીધામ ઉપરાંત ભુજ આસપાસના વિસ્તારમાં પણ ચકલા-પોપટ અને વરલી મટકાને કાઢુ
કાઢયું છે. ભુજ અને આસપાસ આઠથી દસ જગ્યાએ આ રીતના ચિત્ર ફરકના જુગારના અડ્ડા ધમધમી
રહેવાની વિગતો સુત્રો પાસેથી મળી છે. મુંદરા અને નખત્રાણા તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ
આ ચકલા-પોપટ અને વરલી મટકાની બદી વધી છે.