કાહિરા (ઇજીપ્ત), તા. 11 : ભારતીય નિશાનેબાજ
સમ્રાટ રાણાએ આઇએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી શાનદાર સફળતા મેળવી
છે. આ જ સ્પર્ધામાં ભારતના વરુણ તોમરને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. ફાઇનલમાં સમ્રાટ રાણાએ
243.7 પોઇન્ટનો સ્કોર કરીને ચીનના
નિશાનેબાજ હૂ કાઇને 0.4 પોઇન્ટ પાછળ
રાખી દીધો હતો. રાણાનો કોઇ પણ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં આ પહેલો મેડલ છે. તે અગાઉ 2022માં જૂનિયર શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યો છે. બીજી તરફ ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર મનુ ભાકર
અને ઇશા સિંહ 10 મીટર એર પિસ્તોલમાં ફાઇનલ સુધી
પહોંચી શકી ન હતી. કવોલીફાય રાઉન્ડમાં ક્રમશ: છઠ્ઠા અને ચોથા સ્થાને રહી હતી. મનુ ભાકર
વર્તમાન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હજુ સુધી કોઇ ચંદ્રક જીતી શકી નથી. ભારતના ખાતમાં 3 ગોલ્ડ,
3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે.