• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

જે બગદાદ નથી આવી શકતા તેમના માટે મુફ્તી સાહેબની મઝાર બગદાદ છે

ગાંધીધામ, તા. 12 :  કચ્છની મુલાકાતે આવેલા મુસ્લિમ સમાજના વિશ્વના ધર્મગુરુએ આજે માંડવીની મુલાકાત લીધી હતી. શેખ સૈયદ હાસીમ-અલ ગીલાની  માંડવી ખાતે હઝરત મખદુમ ઈબ્રાહીમ બાવા તથા સૈયદે હાજી અહમદશા બાવાની દરગાહ પર ચાદરપોશી કરી   દુઆ કરી હતી.  મુફ્તી-એ-આઝમ કચ્છના પરિવારજનો સૈયદ હુશેનશા બાવા, સૈયદ કાસમશા બાવા, સૈયદ મઝહર અબ્બાસ, સૈયદ ઓસમાનશા, સૈયદ યાસીનબાપુ, બયતુલા ચીશ્તી સહિત હાજર  રહ્યા હતા. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો હતો. સૈયદ હાસીમ-અલ ગીલાનીએ જણાવેલું કે, એક મઝહબી રહનુમા બુઝુર્ગ સૈયદ અહમદશા બાવાની મઝાર હાજરીએ હું  નથી આવ્યો  મને બગદાદથી ગૌષે પાકે મોકલ્યો છે.  જે લોકો બગદાદ નથી આવી શકતા તેમના માટે બગદાદ અહીં મુફ્તી સાહેબની મઝાર પર આવેલું હોવાનું  જણાવ્યું હતું. મુફ્તી સાહેબ સમગ્ર કચ્છ માટે રહેમત હતા તેવું કહી તેમની દીની દુન્યવી ખિદમતની સરાહના કરી હતી. તેમણે  તમામ કચ્છવાસીઓ માટે દુઆ કરી હતી. મુફ્તી સાહેબના પુત્ર હુશેનશા અને કાસમશાએ હઝરત હાસીમ-અલ ગીલાની તથા સૈયદ મઝહર અબ્બાસ બાવાનું સ્વાગત  કર્યું હતું. આ પ્રસંગે અન્ય આગેવાનો સૈયદ અનુબાપુ, સૈયદ તાલીબબાપુ, હાજી આમદ જુણેજા, હાજી સલીમ જત, ઈસ્માઈલ આગરિયા, ભોલુ પટેલ, હુશેન આગરિયા સાદીક રાયમા મહમદ આગરીયા સહિત આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા. આ  વેળાએ હાજી ઈસ્માઈલ આગરિયાનાં ઘરે   ધર્મગુરુએ મુલાકાત લીધી હતી.   

Panchang

dd