ગાંધીધામ, તા. 12 : અંજારના રતનાલમાં બંધ ઘરમાં
ઘૂસેલા એક શખ્સને આસપાસના લોકોએ પકડી પાડી તેને પોલીસના હવાલે કર્યો હતો. રતનાલના ખારીવાસમાં
રહેતા બીજલ રામા રબારીના ઘરે કોઈ હાજર નહોતું. દરમ્યાન ગઈકાલે રાત્રે તેમના ઘરમાં પાછળથી
એક શખ્સ અંદર ઘૂસતાં પાડોશમાં રહેતા ફરિયાદી પાલા નાથા રબારી તેને જોઈ ગયા હતા તેવામાં
તેમણે વીરમ હમીર રબારી, સાકરા હમીર
રબારીને આ બનાવની જાણ કરી હતી. અંદર ઘૂસેલા શખ્સે મકાનના દરવાજાને અંદરથી બંધ કરી નાખ્યો
હતો, તેથી વીરમ રબારીએ દરવાજો તોડી અંદર જઈ અંદર છૂપાયેલા શખ્સને
પકડી પાડયો હતો. આ શખ્સે છૂટવા માટે ઝપાઝપી કરી હતી. તેવામાં પોલીસ આવી જતાં અને અંદર
ઘૂસેલા શખ્સનું નામ પૂછતાં તે રતનાલનો જ વિક્રમસિંહ હકુભા રાઠોડ હોવાનું બહાર આવ્યું
હતું. આ શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.