• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દિલ્હીની હવા શ્વાસમાં લેવી 15 સિગારેટથી નુકસાન બરાબર !

નવી દિલ્હી, તા. 12 : રાજધાનીમાં પ્રદૂષણ પીડાકારી પ્રશ્ન બનતો જાય છે. એક દિવસ દિલ્હીની હવામાં શ્વાસ લેવો 15 સિગારેટ પીવા જેટલો નુકસાનકારક બની ચૂક્યો છે. વકરતાં પ્રદૂષણને ધ્યાને લેતાં દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં ગ્રેડેડ એક્શન રિસ્પોનસ પ્લાન (ગ્રેપ)નું ત્રીજું સ્ટેજ લાગુ કરી દેવાયું છે. દિલ્હીમાં બુધવારે આ વાયુ ગુણવત્તા આંક (એક્યુઆઈ) સળંગ બીજા દિવસે 400થી ઉપર રહ્યો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના જણાવ્યાનુસાર, રાજધાનીમાં સરેરાશ વાયુ ગુણવત્તા આંક 413 નોંધાયો હતો. જહાંગીરપુરીમાં તો વાયુ ગુણવત્તા આંક 446 નોંધાયો હતો. 

Panchang

dd