• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

જ્યાં સત્સંગ ત્યાં સંસ્કાર, સદ્ભાવના, શાંતિ

કોડાય : (તા. માંડવી), તા. 12 : પિયાવા સ્વામિ. નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે, શ્રીમદ્ સત્સંગી જીવન પંચાહ્ન પારાયણ યોજાઈ હતી. ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજીની આજ્ઞાથી આયોજન થયું હતું, જેમાં  શોભાયાત્રા, યુવા સત્સંગ સભા, મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા સંતો દ્વારા કરવામાં આવી હતી. આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજીનું આગમન થયું હતું અને તેમની ભાવ વંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદદાસજીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, જ્યાં સત્સંગ છે, ત્યાં સંસ્કાર સદ્ભાવના અને શાંતિ હોય છે. જીવનમાં સત્સંગ મનની અશાંતિ દૂર કરે છે, જવાબદારી જીવનનું સચોટ માપદંડ છે. ભુજ મંદિરના ઉપમહંત ભગવદ જીવનદાને જણાવ્યું હતું કે, તમારા ભાવ સમર્પણ અને એકતાનાં બળથી આ મંદિર દેવરૂપ ધારણ કર્યું છે. માંડવી મંદિરના મહંત સ્વામી કેશવજીવનદાસજી, સ્વામી પરમ હંસદાસજી, સ્વામી બાલકૃષ્ણદાસજી, સ્વામી શુક્રદેવ સ્વરૂપદાસજી, સ્વામી અક્ષર પ્રસાદદાસજી સહિત સંતોએ આશીર્વાદ આપતાં સેવા આપનારા હરિભક્તોની નોંધ લીધી હતી અને સત્સંગ જીવનમાં જરૂરી છે તેમ કહ્યું હતું. કથાના વક્તા શાસ્ત્રી નારાયણમુનિદાસજી, શાસ્ત્રી વેદાંતસ્વરૂપદાસજી, શાસ્ત્રી શૌનકમુનિદાસજીએ જણાવ્યું હતું કે, પિયાવા વિસ્તારમાં 10 વર્ષથી ભુજ કન્યા વિદ્યાલય મંદિર, હોસ્પિટલ તેમજ અન્ય પ્રવૃત્તિઓ સેવાની શરૂઆત થઈ છે આ બધું હરિભક્તોની પ્રેરણાથી સંભવ બન્યું છે. પિયાવામાં સ્વામિ. નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે પંચાહ્ન પારાયણનોમાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા, પાર્ષદવર્ય જાદવજી ભગત, વડીલ સ્વામી સનાતન દાસજી, સ્વામી માધવપ્રસાદ દાસજી, સ્વામી વિશ્વપ્રકાશ દાસજી, સ્વામી સિદ્ધેશ્વરદાસજી, કૃષ્ણ જીવનદાસજી (કોડાયગુરુકુળ), શાસ્ત્રી દેવ ચરણદાસજી (રામપરવેકરા). સહિતના સંતોએ આશીર્વાદ આપ્યાં હતાં, ભૂમિદાન દાતા અને સંપૂર્ણ ઉત્સવના મુખ્ય યજમાન તેમજ અન્ય દાતાઓનાં સન્માન કરવામાં આવ્યાં હતાં, ભુજ  મંદિરના કોઠારી મૂળજીભાઈ શિયાણી, હરજીભાઈ વેકરિયા (સોની), માવજીભાઈ વેકરિયા (દાતા પરિવાર), લાલજીભાઈ ગાજપરિયા, ભીમજીભાઇ ગાજપરિયા, રામજી લાલજી વેકરિયા, નાનજી મેઘજી હિરાણી, અરજણભાઈ રબારી, લાલજીભાઈ આહીર, કાંતિભાઈ છભાડિયા, પ્રવીણભાઈ પિંડોરિયા, કોડાયના સરપંચ વિરલ જોશી, રાઘવદાન ગઢવી (તલાટી), દેવજીભાઈ છભાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભુજ બહેનોનાં મંદિરના મહંત સામબાઈ સા. યો.માંડવી બહેનોનાં મંદિરના મહંત રતનબાઈ,   કાનબાઈ , રામબાઇ, કાંતાબાઇ, મેઘબાઈ (મોટા), મેઘબાઈ, જશુબાઇ. અમરબાઈ. અમરતબાઈ, દિવ્યાબાઈએ આશીર્વાદ આપ્યાં હતાં. આ પ્રસંગે જીવદયાનાં કાર્ય થયાં હતાં નૂતન મંદિર બાંધકામ સમિતિ અને મહોત્સવ સમિતિના શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી, સ્વામી પરમહંસદાસજી અને   માવજીભાઈ લાલજી વેકરિયાના માર્ગદર્શન હેઠળ વાલજી રાજાણી, કલ્યાણજી વેકરિયા, ભીમજી ગાજપરિયા, કલ્યાણજી ગાજપરિયા, લાલજી ભંડેરી, વેલજી કેરાઈ, સુરેશ ગાજપરિયા, મનજી હીરાણી તેમજ યુવાનો અને હરિભક્તોએ વ્યવસ્થા સંભાળી હતી, સંચાલન અક્ષરપ્રકાશદાસજી અને સ્વામી કપિલમુનિજીએ કર્યું હતું્.  

Panchang

dd