ગાંધીધામ, તા. 12 : ભચાઉ સંકુલમાં વસતા ઉત્તર ભારતીય
પરિવારોએ નવાં વર્ષ પછી ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તિભાવપૂર્વક છઠ્ઠપૂજાની ઉજવણી કરી
હતી. આ વેળાએ ઘાટનાં નવીનીકરણનો આરંભ કરાયો હતો.
નવી ભચાઉ નવાગામ માર્ગ ઉપર આવેલાં છછડા તળાવનો એક કરોડના ખર્ચે વિકાસ કરવા માટે
રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા દ્વારા
છઠ્ઠપૂજા માટે બનાવેલા ઘાટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઘણા કામો પૂર્ણ થયાં
છે. જે બાકી કામો છે, તે થઈ રહ્યાં
છે. આ વર્ષે તળાવનો ઘાટ ઉપયોગમાં લેવાયો છે. અહીં કામ પૂર્ણ થયા બાદ એક સારું સ્થળ
બની રહેશે. સ્વર્ણિમ ગુજરાત હેઠળ ભચાઉ નગરપાલિકા દ્વારા સારો ઘાટ તૈયાર કરાયો છે. આ
વર્ષે પૂજનવિધિ કાર્યક્રમ વહેલી સવારે થયો હતો. ભચાઉ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં
અને આસપાસની કંપનીઓમાં લગભગ એક હજાર ઉત્તર ભારતીય પરિવારો વસવાટ કરી રહ્યા છે. છઠ્ઠપૂજાની
ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ
જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજા, નગરપાલિકાના
પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ
રાજગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત ગોપાલક બોર્ડના પૂર્વ
ચેરમેન અરજણભાઈ રબારીએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તીર્થધામોનો વિકાસ કરવામાં
આવી રહ્યો છે. જે પણ સહયોગની જરૂર પડશે, તે સરકાર દ્વારા આપવામાં
આવશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમની વ્યવસ્થા સુભાષભાઈ વર્માએ સંભાળી હતી. આ ઉપરાંત
ભચાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ડો. કે.કુમાર ઉપસ્થિત રહ્યા હતા. છઠ્ઠપૂજાના
વ્રતધારીઓ સાથે મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના ઇજનેર
એસ. બી. ઝાલાએ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે કચ્છમિત્રના પ્રતિનિધિ મનસુખભાઈ ઠક્કરનું
બહુમાન કરવામાં આવ્યું હતું.