ભુજ, તા. 12 : હૈદરાબાદના સ્કૂલના ડાયરેક્ટરને
સસ્તું સોનું આપવાની લાલચ આપી નાણા તફડાવ્યા બાદ અન્યોએ પણ બિઝનેશમાં નફા કમાવાના જાળ બિછાવી કુલ્લે રૂા. 2.04 કરોડની છેતરપિંડી કર્યાના અઢી
વર્ષ જૂના આ માધાપર પોલીસના કેસમાં નાસતા-ફરતા આરોપી આફતાબ અજીજ સમા (બકાલી) (રહે.
સેજવાળા માતમ, ભુજ)ને એલસીબીએ ઘોડાર ચોક
ખાતે ઝડપી પાડી તેની અટક કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી
સાથે સસ્તા સોનાની ઠગાઇ બાદ એક પછી એક આરોપીઓએ ભરોસો આપી વિવિધ તરકીબોથી નાણા ખંખેર્યાની
વિગતો ફરિયાદ નોંધાતા જે-તે સમય આ પ્રકરણ ચર્ચાસ્પદ બન્યો હતો.