માધાપર, તા. 26 : એમ.એસ.વી. હાઇસ્કૂલ માધાપર
ખાતે રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીની
કચેરી ભુજ દ્વારા અંડર-14, 17, 19ની
બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન થયું હતું. સમાજરત્ન વિનોદ સોલંકી પરિવારના નીતાબેન
સોલંકી, ઋતુબેન સોલંકીએ 1500 મીટર બહેનોની દોડને સ્ટાર્ટ
આપ્યો હતો. આ પ્રસંગે તુષારીબેન વેકરિયા, આચાર્ય મહેશ ઝાલા, ડો. ડી. એલ. ડાકી, સહકન્વીનર તથા ડો. આર. ડી. ઝાલા હાજર રહ્યા હતા. કચ્છના 10 તાલુકામાંથી 400 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો.
એથ્લેટિક્સની રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલાઓ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.
વિનોદ સોલંકી પરિવાર દ્વારા સહયોગ મળ્યો હતો. નિર્ણાયક તરીકે જોગી ખેંગાર, ભરત મહેશ્વરી, રશ્મિતા
વીરડા, વંદના ભુડિયા, હિતેશ સિહોરા,
એસ. પી. સિંઘ હતા. સંચાલન તથા પરિણામ ઘોષિત કુલદીપસિંહ જાડેજાએ સંભાળ્યું
હતું. સ્પર્ધાને સફળ બનાવવા તમામ ખેલાડી, કોચ, મેનેજર, શિક્ષકોનો સાથ-સહકાર મળ્યો હતો. વિવિધ સ્પર્ધામાં
અનુક્રમે પ્રથમ ત્રણ વિજેતાનાં નામ આ મુજબ છે. 100 મી. દોડમાં અંડર-14માં યાદવ અંકિતા, ગોર અવની, સેડા સોનલ,
અંડર-17માં ગઢવી
વર્ષા, ગાજપરિયા લક્ષ્મી, તળબી
પીનલ, અંડર-19માં વેકરિયા માલતી, ગોહિલ પ્રતીક્ષા, મોદી જીનલ, 200 મી. દોડમાં અંડર-14માં યાદવ અંકિતા, ગોર અવની, સોમૈયા ક્રિષ્ના,
અંડર-17માં ભુડિયા
હસ્મિત, ગઢવી પાર્થવી, બાંભણિયા
નેના, અંડર-19માં સેંઘાણી દિયા, બ્રાહ્મણ કિંજલ, રબારી ડિમ્પલ, 400 મી. દોડમાં અંડર-14માં હીરાણી ખુશી, રબારી સંજના, સોમૈયા ક્રિષ્ના,
અંડર-17માં ગાજપરિયા
લક્ષ્મી, બાવળિયા આરતી, હાલાઇ મોખી,
અંડર-19માં સોરઠિયા
ચાહત, બ્રાહ્મણ કિંજલ, રબારી
લક્ષ્મી, 800 મી. દોડમાં
અંડર-14માં ચાવડા વૈદેહી, રબારી લક્ષ્મી, હીરાણી
હેતસ્વી, અંડર-17માં બાવળિયા આરતી, ડબાસિયા ખ્યાતિ, ગઢવી પાર્થવી, અંડર-19માં ચૌહાણ
જીનલ, ડબાસિયા નર્મદા, રબારી
લક્ષ્મી, 1500 મી. દોડમાં
અંડર-17માં ખેતાણી જિજ્ઞા, હીરાણી વિજ્યા, રબારી
મગી, અંડર-19માં શર્મા ભૂમિ, ડબાસિયા નર્મદા, 3000 મી. દોડમાં
અંડર-17માં બારિયા રોશની, એકણી ઇરા, ચાવડા ઉસ્તી,
અંડર-19માં શર્મા
ભૂમિ, આહીર ઊર્વશી, ડાભી રિદ્ધિ,
ગોળાફેંકમાં અંડર-14માં ભગત ધૈયા, હીરાણી સ્મૃતિ, સંઘાર દિવ્યા, અંડર-17માં હાલાઇ તાન્યા, સેંઘાણી મૈત્રી, રબારી
શિવાની, અંડર-19માં રબારી જૈવી, રબારી ભાવના, ભંડેરી ઊર્વી, ચક્રફેંકમાં
અંડર-14માં પ્રજાપતિ શ્રુતિ, પીંડોરિયા ક્રિષ્ના, રબારી
વંશી, અંડર-17માં ત્રિપાઠી વિશ્વા, હાલાઇ તાન્યા, ઉકાણી સ્તુતિ, અંડર-19માં સેંઘાણી દિયા, ભંડેરી ઊર્વિ, જોષી જિયા,
બરછીફેંકમાં અંડર-17માં હીરાણી કીર્તિ, બારિયા અર્પિતા, પોકાર તોરલ, અંડર-19માં ભુડિયા ધ્રુવી, રબારી જૈવી, રબારી પ્રીતિ,
ઊંચીકૂદમાં અંડર-14માં ગઢવી ખુશી, હુડલ ક્રિષ્ના, સોલંકી નીકિતા, અંડર-17માં હાલાઇ
શ્રુતિ, વણકર ખુશી, હડિયા રેનિશા,
અંડર-19માં આહીર
ઊર્વશી, ગોરસિયા સ્નેહા, આયર જાનકી,
લાંબીકૂદમાં અંડર-14માં ગઢવી ખુશી, પટેલ આર્યા, રબારી સંજના, અંડર-17માં ગઢવી વર્ષા, ભુડિયા હસ્મિતા, વેકરિયા
રત્વી, અંડર-19માં ગોહિલ પ્રતીક્ષા, ગોરસિયા દિયા, નાયકા ઉષા, લંગડીફાળ
કૂદમાં અંડર-17માં રબારી
કીર્તિ, ગઢવી ભક્તિ, મકવાણા આર્વી,
અંડર-19માં ગોરસિયા
દિયા, હેઠવાડિયા શાંતિ, સોરઠિયા
ચાહત, હથોડાફેંકમાં અંડર-17માં પોકાર જૈની, રબારી પૂરી, મકવાણા બંસી,
અંડર-19માં હાલાઇ
ધર્મી, મકવાણા દીપ્તિ, ગાજપરિયા
ખુશી, જલદચાલમાં અંડર-19માં ધનાણી તુલસી, વગડિયા હશિંગ વિજેતા થયા છે.