અંજાર, તા. 26 : અંજાર એસ ટી બસ સ્ટેશન ખાતે
બે એસ ટી બસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં 18 નવી બસો ગુજરાત સરકાર દ્વારા
આપવામાં આવી છે તે અંતર્ગત અજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે. અંજારના
ધારાસભ્ય ત્રિકમભાઈ છાગા દ્વારા શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં
આવી હતી અને ત્યારબાદ બસને લીલીઝંડી દેખાડીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. અંજારના
એસ ટી ડેપો મેનેજર એચ આર શામળા એ ધારાસભ્ય નું
સ્વાગત કર્યું હતું. અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ
પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી નો આભાર
વ્યક્ત કર્યો હતો. લોકોની સુખાકારીમા વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઉભી થશે એવી
લાગણી ધારાસભ્યએ વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં અંજાર નગર પાલિકાના પ્રમુખ વૈભવભાઈ
કોડરાણી, અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ,નગર પાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠીયા, શાસક
પક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર. કાઉન્સિલરો
લીલાવતીબેન પ્રજાપતિ, જયશ્રીબેન મહેતા, ઇલાબેન ચાવડા, નજમાબેન બાયડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.એસ
ટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઇ પટેલ રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના એસ ટી વિભાગના
કર્મયારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી.