• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

એશિયન શૂટિંગમાં સિફતનું સ્વર્ણિમ નિશાન : બે ગોલ્ડ મેડલ

શિમકેંટ (કઝાકિસ્તાન) તા. 26 : યુવા નિશાનેબાજ સિફત કૌર સામરાએ એશિયન શૂટીંગ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરીને બે ગોલ્ડ મેડલ પર નિશાન તાંકયું છે. મહિલાઓની પ0 મીટર રાયફલ થ્રી પોઝિશનની વ્યકિગત સ્પર્ધામાં અને પછી ટીમ સ્પર્ધામાં સિફત કૌર સામરાએ ગોલ્ડ મેડલ જીત્યા છે. વ્યકિતગત પ0 મીટર થ્રો પોઝિશન ઇવેન્ટના ફાઇનલમાં સિફત કૌરે 49.2 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. જયારે ચીનની નિશાનેબાજ યાંગ યૂજી 48.8 અંક સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પછી ટીમ સ્પર્ધામાં સિફત કૌર, અંજુમ મુદ્રિલ અને આશી ચૌકસેની ભારતીય ત્રિપુટીએ 173 પોઇન્ટ સાથે ટોચ પર રહી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાપાની ટીમ 170 અંક સાથે બીજા અને દ. કોરિયા ટીમ 174પ અંક સાથે ત્રીજા સ્થાને રહી હતી.  

Panchang

dd