ખાવડા, તા. 25 : અદાણી ફાઉન્ડેશન દ્વારા અહીં શાળાના બાળકોની યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં
ખાવડાની આઠ શાળાએ ભાગ લીધો હતો. જામકુનરિયા તથા ખાવડા માધ્યમિક સ્કૂલનાં બાળકો ફાઇનલમાં
પહોંચ્યા હતા. ખાવડા સ્કૂલનાં બાળકોની ટીમ વિજેતા બનતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી
અપાઇ હતી. ટીમના ખેલાડીઓને ઇનામથી સન્માનિત કરાયા હતા. અદાણી ફાઉન્ડેશન ખાવડા સીએસઆર
અંતર્ગત ખાવડા વિસ્તારમાં છેલ્લાં બે વર્ષથી શિક્ષણ, આરોગ્ય, પાણી
સહિતના મુદ્દે કાર્ય કરાય છે. ખાવડા બન્ની વિસ્તારની 12 માધ્યમિક શાળામાં શિક્ષણની નિમણૂક, ભૌતિક સુવિધા અપાય છે. અદાણી
ફાઉન્ડેશનના વડા યુવરાજસિંહ જાડેજા, સલીમ સમા, રાજભા વાઘેલા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સહાયકો મુસ્તાક ફારૂક કામરે
આઝમ આયોજક રહ્યા હતા. અમ્પાયર ઇમરાન સમા, શંકર મારવાડા તથા કોમેન્ટેટર
અમીન સમા ઉપસ્થિત રહ્યા હતા.