• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

જંગીમાં જાહેરમાં જુગાર રમતા પાંચની અટક

ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના જંગી ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 19,150 જપ્ત કર્યા હતા.જંગી ગામમાં હિંગલાજનગરમાં જાહેરમાં પત્તા ટીંચતા શૈલેશ ભરત સોની, પચાણ પબા રબારી, પ્રેમજી પચાણ પરિયા, હમીર પોપટ માંગસ અને દામજી રણછોડ આહીરની પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 19,150 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 39,650નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વાગડ પંથકમાં યોજાતા અમુક મેળાઓમાં જાહેરમાં જુગાર રમાડાય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે આવી જગ્યાએ પણ કાર્યવાહી કરવાની માંગ લોકોમાં ઊઠી હતી. - ગુંદાલામાં આંકડો રમાડતો પન્ટર ઝડપાયો : ભુજ, તા. 26 : ગઇકાલે મુંદરા તાલુકાના ગુંદાલામાં વરલી મટકાનો આંકડો રમી-રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગઇકાલે સાંજે પ્રાગપર પોલીસે બાતમીના આધારે ગુંદાલા-રતાડિયા રોડ પર રતાડિયા ગેટ પાસે પોતાના આર્થિક ફાયદા માટે મિલન નાઇટ બજારનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી-રમાડતા રોહિત શાંતિલાલ આહીર (ગુંદાલા)ને રોકડા રૂા. 1150 અને આંકડાના સાહિત્ય સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd