પેરિસ, તા. 26 : વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના
પ્રારંભે જ ભારતને ફટકો પડયો છે. લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને
બહાર થયો છે. જો કે અનુભવી મહિલા શટલર પીવી સિંધુ બીજા રાઉન્ડમાં પહોંચી છે. દુનિયાના
નંબર વન ખેલાડી ચીનના શી યૂકીએ લક્ષ્ય સેનને 21-17 અને 21-19થી હાર આપી
હતી. લક્ષ્ય સેન ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સેમિ ફાઇનલમાં પહોંચ્યો હતો. સેમિની હારથી
તે કાંસ્ય ચંદ્રક ચૂકયો હતો. આ વખતે તે પહેલા રાઉન્ડની બાધા જ પાર કરી શકયો નથી. શી
યૂકીની પાંચ મેચમાં લક્ષ્ય સેન વિરૂધ્ધ આ ચોથી જીત છે. મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનો બુલ્ગેરિયાની કલાયોના સામે 39 મિનિટમાં 23-21 અને 21-6થી વિજય થયો હતો.