• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ગુજરાતના જાણીતા વાસ્ક્યુલર સર્જન ડો. ધીરેન શાહ હવે ભુજમાં

કેરા, (તા. ભુજ), તા.26 : વિશ્વસનીય સુપર સ્પે. હોસ્પિટલમાં મરૈંગો સિમ્સ અ'વાદ જેવી સેવાનું સ્વપ્ન સેવ્યું હતું તેવા ડો. ધીરેન શાહ તા. 30-8ના ભુજ ખાતે વાસ્ક્યુલર સેવા આપવાનું શરૂ કરશે. કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે જોડાણ કર્યા બાદ ડો. શાહ સમયાંતરે ભુજમાં ઓપીડી કરી રહ્યા હતા. દરમ્યાન ટ્રસ્ટના અનુરોધ બાદ કચ્છી દર્દીઓના વિશ્વસનીય હિતમાં પોતાની તબીબી સેવાઓ શરૂ કરવા સહમતી આપી છે, જેમાં તા 30-8ના સવારે 10થી બપોરે 1 સુધી દર્દીઓ તપાસ્યા બાદ જરૂરી સારવાર પણ સ્થાનિકે થઇ શકે છે, તેવું ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ જણાવ્યું હતું. આ સેવાઓ શરૂ થતાં ડો. શાહ જેવા મોટા દરજ્જાના વાસ્ક્યુલર તબીબનો લાભ કચ્છને મળશે, તે નોંધપાત્ર બાબત હોવાનું ઉપાધ્યક્ષ ધનસુખ શિયાણીએ ઉમેર્યું હતું. તમામ પ્રકારના હૃદયરોગ જેમાં નસોમાં બ્લોકેજ, વાલ્વ નબળા કે કાણા, હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળા કે ટાવી પદ્ધતિથી સારવારવાળા તમામ દર્દીઓની ઓપીડીનો સમાવેશ થાય છે. વધુ જાણકારી-રજિસ્ટ્રેશન માટે મો. 91043 12022, 98253 76321, 70690 33596 નંબર ઉપર અગાઉથી નામ નોંધાવવા ટ્રસ્ટે એક યાદીમાં જણાવ્યું હતું. મરૈંગો સિમ્સના ડાયરેક્ટર એવા ડો. શાહ કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જરી વિભાગના ડિરેક્ટર છે અને હાર્ટ-ફેફસાં પ્રત્યારોપણના પ્રણેતા છે. 

Panchang

dd