• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

મેવાસામાં દબાણો પર બુલડોઝર ફર્યું

ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના મેવાસામાં પોલીસે વહીવટી તંત્રની સાથે રહીને બે શખ્સના 1400 ચો. મીટર બિનઅધિકૃત દબાણો દૂર કરી સરકારી જમીન ખાલી કરાવી હતી. મેવાસામાં રહેનાર રમેશ બિજલ કોલી સામે ગાગોદર પોલીસ મથકે ચોરી, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ બે ગુના નોંધાયેલા છે. આ શખ્સે મેવાસામાં હનુમાન હોટેલ નામની હોટેલ સરકારી જમીનમાં બનાવી હતી જે અંગે આ શખ્સને નોટિસ પાઠવાઈ હતી, બાદમાં વહીવટીતંત્ર સાથે રહીને આ શખ્સે કરેલ રૂા. 1000 ચો. મીટર બિનઅધિકૃત દબાણ તોડી સરકારી જમીન ખાલી કરાવાઈ હતી તેમજ ગામમાં રહેનારા ભરત બી. કોળી સામે ગાગોદર સહિતના પોલીસ મથકે દારૂ અંગેના જુદા-જુદા સાત ગુના નોંધાયેલા છે. આ શખ્સે ગામના બસ સ્ટેન્ડ પાસે કુલ 400 ચો. મીટરમાં બિનઅધિકૃત દબાણ કર્યું હતું. પોલીસે આ શખ્સનાં દબાણ તોડી પડાવી સરકારી જમીન ખાલી કરાવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 100 કલાકમાં અસામાજિક 1900 જેટલા તત્ત્વની યાદી તૈયાર કરી સરકારી જમીન પરના તથા બિનઅધિકૃત દબાણો તોડી પડાયાં હતાં. અનેકના બિનઅધિકૃત વીજ જોડાણ કપાવી વીજતંત્ર દ્વારા આવા તત્ત્વોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પૈકી અમુક શખ્સોએ પુન: વીજ જોડાણ મેળવી લીધું હોવાનું તથા હજુ અનેકનાં દબાણો યથાવત્ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. 

Panchang

dd