ગાંધીધામ, તા. 9 : ભચાઉના નારણસરી ગામની સીમમાં
પવનચક્કીમાંથી રૂા. 93,000ના વાયર સહિતના
સામાનની ચોરી કરનારા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત પાંચ શખ્સોને પોલીસે પકડી
પાડયા હતા. નારાણસરી ગામની સીમમાં આવેલી એલીકોન કંપનીની પવનચક્કી નંબર 13માંથી જુદા જુદા 465 મીટર વાયર સહિત કુલ રૂા. 93,000ની મતાની ચોરી થઇ હતી જે અંગે
પોલીસે રાજુ નાગજી કોળી, મુકેશ વશરામ
કોળી, સંજય વશરામ કોળી, ભરત કાનજી કોળી
રતથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પકડી પાડયા હતા. આ શખ્સોએ ચોરીની કબૂલાત આપતા
ચોકીદાર ગોવિંદ જખરા ભરવાડને તપાસ કરવા અને ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. જેની ફરિયાદ
ચોપડે ચડયા બાદ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.