ભુજ, તા. 9 : મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા
સાથે તેમનું ખરા અર્થમાં સશક્તિકરણ થાય તેવી ઉમદા નેમ સાથે રાજ્ય સરકારે મહિલાઓના નામે
મિલકત તબદીલ થાય અને તેમના નામે દસ્તાવેજ નોંધાય,
તો નોંધણી ફીમાં માફી સહિતના લાભ અપાય છે. આમ છતાં કચ્છમાં હજુ આ ક્ષેત્રે
કચ્છમાં દર વર્ષે જેટલા દસ્તાવેજ નોંધાય છે, તેના 20 ટકા એટલે કે, ચોથા ભાગથી પણ ઓછા દસ્તાવેજ માંડ મહિલાઓના નામે
નોંધાતા હોવાના આંકડા સામે આવી રહ્યા છે. - ચાલુ વર્ષે મહિલાઓના નામે 16991 દસ્તાવેજની નોંધણી : ચાલુ નાણાકીય વર્ષમાં કચ્છમાં 78,000થી વધુ દસ્તાવેજની નોંધણી થઈ
હતી. તેમાંથી 16991 દસ્તાવેજ મહિલાઓના નામે નેંધાયા
હતા. ટકાવારીની દૃષ્ટિએ જોવા જઈએ તો કુલ જેટલા દસ્તાવેજ નોંધાયા તેમાંથી માંડ 20 ટકા લેખની નોંધણી નારીશક્તિના
નામે થઈ છે. - 13 કરોડથી વધુની નોંધણી ફી
માફ : રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણને બળ આપવાના ઉદ્દેશ સાથે મહિલાઓના
નામે દસ્તાવેજ નોંધાય તો નોંધણી ફીમાં માફી સહિતના લાભ આપવામાં આવે છે. આ નાણાકીય વર્ષમાં
મહિલાઓના નામે દસ્તાવેજ નોંધણી થઈ તેમાં નોંધણી ફી પેટે 13 કરોડની માતબર રકમ માફ કરવામાં
આવી છે. - ગત વર્ષ કરતાં મહિલાઓનાં નામે
વધુ દસ્તાવેજ નોંધાયા : 2023-34ના નાણાકીય વર્ષમાં કચ્છમાં
12,000 દસ્તાવેજ મહિલાઓના નામે નોંધાયા
હતા, જેમાં આ વર્ષમાં ચાર હજાર દસ્તાવેજનો વધારો
થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ત્રણ કરોડ વધુ નોંધણી ફી પેટે માફ કરાયા છે. - નિયમોમાં ફેરફારનાં કારણે પ્રમાણ
ઘટયું : આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે
2020થી પાવરનામાનું રજિસ્ટ્રેશન
કરાવવું ફરજિયાત બનાવાયું છે. આ અગાઉ નોટરાઈઝ્ડ થયેલું પાવરનામું ચાલતું હતું. આ નિયમમાં
બદલાવના કારણે મહિલા દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ ઘટયાનું તારણ સામે આવી રહ્યું છે.