• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

માનકૂવામાં અગાઉના ઝઘડાના મુદ્દે બે પરિવાર વચ્ચે ધોકાવાળી : સામસામી ફરિયાદ

ભુજ, તા. 9 : તાલુકાના માનકૂવા ગામે આવેલા વથાણ ચોકમાં ગઇકાલે સવારે અગાઉના ઝઘડાનાં મનદુ:ખમાં બે પરિવારના જૂથ વચ્ચે ધોકા વડે મારામારી થતાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. માનકૂવા પોલીસ મથકે ફરિયાદી રમજાન ઉર્ફે રમજુ સુમાર કુંભારે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી અબ્દુલ મામદ કુંભાર, શકીલ અબ્દુલ કુંભાર, સલીમ આમદ કુંભાર, વસીમ બાબુ સોતા, કાસમ રમજાન કુંભાર અને ફૈઝલ અબ્દુલ કુંભારે સાથે મળી ફરિયાદી અને સાહેદોને ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જ્યારે સલીમ આમદ કુંભારે અમજદ રમજુ કુંભાર, અબ્દુલ રમજાન કુંભાર, રમજાન સુમાર કુંભાર, અમજદ હુસેન કુંભાર, રજાક મામદ કુંભાર, અલ્તાફ સાલેમામદ કુંભાર, સિરાજ ઉમર કુંભાર અને જુમા ઇબ્રાહીમ કુંભાર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ભેગા મળી ફરિયાદી અને સાહેદને માર માર્યો હતો. માનકૂવા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd