• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

મુંદરાની હોટેલમાં ધમધમતો જુગારનો અડ્ડો ઝપટે

ભુજ, તા. 9 : મુંદરાના ઝીરો પોઇન્ટ જતા માર્ગે હોટેલ રોયલ ઇનમાં ધમધમતા જુગારના અડ્ડા પર એલસીબી ત્રાટકી હતી. આ દરોડામાં 10 ખેલીને રોકડા રૂા. 3.07 લાખ સહિત રૂા. 4.17 લાખના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે રાતે તેમની ટીમ મુંદરા બાજુ હતી, ત્યારે  બાતમી મળી હતી કે, ડાયા અરજણ પરમાર (રહે. મુંદરાવાળો) શક્તિનગરથી ઝીરો પોઇન્ટ જતા માર્ગ પરની હોટેલ રોયલ ઇનના રૂમ નં. 201ની અંદર બહારથી ખેલીઓ બોલાવી દિવસ-રાત તીનપત્તીનો  જુગાર રમી-રમાડી રહ્યો છે. આ બાતમીના પગલે  મધરાતે એલસીબીએ દરોડો પાડી ડાયા અરજણ પરમાર ઉપરાંત ડાયાભાઇ બાબુભાઇ પરમાર, ભરતભાઇ દુદાભાઇ મકવાણાકમલેશભાઇ સુજાભાઇ બારડ, હરવિજયસિંહ ગણપતસિંહ ગોહિલ (રહે. તમામ મુંદરા) તથા જિતેન્દ્ર કરશન ગઢવી, રામ કરશન ગઢવી (રહે. બંને નાના કપાયા), જગદીશસિંહ હરિસિંહ  ચાવડા, ભીખુભા રાસુભા જાડેજા (રહે. બંને નવીનાળ-તા. મુંદરા) અને રામદેવસિંહ ખેંગારજી મેર (રહે. કાંડાગરા)ને રોકડા રૂા. 3,07,000, સાત મોબાઇલ કિં. રૂા. 70 હજાર અને બે બાઇક કિં. રૂા. 40 હજાર એમ કુલ રૂા. 4,17,000ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધાવી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.આર. જેઠી, એએસઆઇ દેવજીભાઇ  મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. સૂરજભાઇ વેગડામૂળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ, રાજદીપસિંહ ગોહિલ જોડાયા હતા. 

Panchang

dd