ગાંધીધામ/ભુજ, તા. 9 : કચ્છમાં પોલીસે
જુગાર અંગેના 13 જુદા-જુદા દરોડા પાડીને 77 જેટલા ખેલીને પકડી પાડયા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 2,59,120 જપ્ત કરાયા હતા. - અંજારમાં ધાણીપાસા વડે રમતા સાત ખેલી ઝડપાયા : અંજારમાં સતાપર ફાટકથી તળાવડી વિસ્તારમાં
દેવીપૂજકવાસમાં પોલીસે છાપો મારી અહીંથી રાજુ વેલજી દાતણિયા, હીરા કાનજી સથવારા, રાજેશ
બહાદુર દેવીપૂજક, દિલીપ ડાંગર સથવારા, પ્રકાશ
ભીખુ સથવારા, અનવર ઈબ્રાહીમ ખોખર, રાજુ
કાંતિ સથવારાને પકડી પાડી રોકડ રૂા. 39,500 જપ્ત કર્યા હતા. - ગાંધીધામમાં ત્રણ દરોડામાં 25 ખેલીની ધરપકડ : ગાંધીધામના
નવી સુંદરપુરી તળાવડી વિસ્તાર ત્રિકમસાહેબ મંદિરની બાજુમાં ગત મોડીરાતે પોલીસે છાપો
માર્યો હતો. અહીં પત્તા ટીંચતા રણછોડ મીઠા પરમાર,
અમરત દલા સોલંકી, દિનેશ મગા પરમાર, રાહુલ કુબેર વણકર, મહેન્દ્ર જે. વાઘેલા, પ્રકાશ મગા વણકર, અમરત કરશન મકવાણા, રવિ જેઠા વાઘેલા, બાબુ પચાણ સોલંકી, મુકેશ ગાંગજી સિંધવ, દીપક ઈશ્વર પરમાર, હિતેશ જેમલ સોઢાને પકડી પાડી રોકડ રૂા. 26,650 જપ્ત કર્યા હતા. બીજી કાર્યવાહી
નવી સુંદરપુરીના ધોબીઘાટ વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં જાહેરમાં જુગાર રમતા અશોક
હરિ પરમાર, અશોક શંકર ડાભી,
દિલીપ પ્રભુ પરમાર, ખુશાલ પુંજા પરમાર,
મુકેશ શંકર પરમાર, પ્રકાશ કેશા રૂખી, રોહિત મૂલદાસ વાઘેલાને પકડી પાડી રોકડ રૂા. 14,950 હસ્તગત કર્યા હતા. નવી સુંદરપુરીમાં
ધોબીઘાટ વિસ્તારમાં સરકારી શાળા નજીક ત્રીજી કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી કિશન
સેંઘા ચૌહાણ, હિતેશ નરશી સિરેશિયા,
હિતેશ મનસુખ વાઘેલા, મુકેશ બબા ચૌહાણ, હરેશ દલપત મકવાણા, કિશન રમેશ ચૌહાણની અટક કરી રોકડ રૂા.
12,150 જપ્ત કર્યા હતા. - શિણાયમાં ધાણીપાસા ફેંકતા છ
શખ્સની અટક : શિણાય ગામના
ચોકમાં ધાણીપાસા ફેંકી નસીબ અજમાવતા જુદા-જુદા વિસ્તારના પરેશ જયંતીલાલ શાહ, સરફરાજ મામદ જત, ઉમર ઓસમાણ
ગગડા, રાઘવજી કુંવરજી વાઘમશી, લક્ષ્મીચંદ
ગોવરમલ ધનવાણી તથા મામદ હાસમ સુણાને ઝડપી લઇ પોલીસે રોકડ રૂા. 24,350 હસ્તગત કર્યા હતા. - આડેસર ગામમાં પણ છ ખેલીની અટક
કરાઇ : આડેસરમાં બકુતરિયાવાસમાં ગોપાલ મૂળજી પરમારના
મકાન આગળ ખુલ્લામાં જુગાર રમતા દિનેશ ઉર્ફે દયારામ મંગળાભાઇ ઠાકોર, રસુલ અલીમામદ ખલીફા, દિલીપ
બાબુ તુવર (વજીર), જાનમામદ અલીમામદ ખલીફા, હકા કરમશી કોળી તથા ગોપાલ મૂળજી પરમારની પોલીસે ધરપકડ કરી રોકડ રૂા. 21,400 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા.
41,400નો મુદ્દામાલ હસ્તગત કરાયો
હતો. - રાયધણપરની ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં
જુગારનું પડ જામ્યું : ભુજ તાલુકાના રાયધણપરની ગ્રામ પંચાયતના
કમ્પાઉન્ડમાં આજે સાંજે તીનપત્તીનો જુગાર રમતા મહેશ કાનજીભાઇ સુથાર, સંજય કાનજીભાઇ ચાવડા (આહીર), મોહન ખેંગાર જેપાર, બાબુ રામજી કોલી અને નરશી હરિદાન
ગઢવી (રહે. તમામ રાયધણપર)ને રોકડા રૂા. 10,330 અને બે મોબાઇલ ફોન કિં. રૂા. 10,000 એમ કુલ રૂા. 20,330ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે
ઝડપીને કાર્યવાહી કરી હતી. - કોડાયમાં
પાંચ શકુનીશિષ્ય જબ્બે : માંડવી તાલુકાના
કોડાયમાં મદનપુરાના વાડી વિસ્તારમાં આવેલા પાણીના વોકળાના ચેકડેમની નીચે બાવળોની ઝાડીમાં
આજે સાંજે ધાણીપાસાનો જુગાર રમતા રાજેશ પોપટભાઇ દાતણિયા, દિનેશ કાળુભાઇ દાતણિયા, ભરત ઇશ્વરભાઇ દાતણિયા, મીરખાન અબ્દુલભાઇ મદારી અને લક્ષ્મણ
ધનજીભાઇ દાતણિયા (રહે. તમામ કોડાય)ને રોકડા રૂા. 20,440ના મુદ્દામાલ સાથે કોડાય પોલીસે
ઝડપીને કાર્યવાહી કરી હતી. - ભુજમાંથી
છ પત્તાપ્રેમી ઝડપાયા : ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે રામનગરીમાં
આવેલી બાવળોની ઝાડીમાં ગઇકાલે રાત્રે ટોર્ચ લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા
રમેશ ઉર્ફે કારો કાનજીભાઇ પટણી, નીલેશ
ઉર્ફે કાલુ મોહનભાઇ પટણી, દિલાવર અબ્દુલ પઠાણ, રામુ બાબુભાઇ પટણી, રામજી ઉર્ફે અરવિંદ બાબુભાઇ પટણી
(રહે. તમામ ભુજ) અને મુકેશ રમેશભાઇ પટણી (કુકમા)ને રોકડા રૂા. 10,130ના મુદ્દામાલ સાથે બી ડિવિઝન
પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. - નારાણપર-રાવરીમાં પાસાનો દાવ ફેંકતા ચાર ઝડપાયા : ભુજ તાલુકાના નારણપર-રાવરીના ઉપલાવાસમાં
વોટર સપ્લાય વિસ્તારમાં રસ્તા પર તા. 9-8ના રાત્રે એક વાગ્યે ધાણીપાસાનો જુગાર રમતા મનોજ રમેશ મહેશ્વરી, ફકુ ઇશા કોલી, હરજી વાલજી
મહેશ્વરી અને વિજય માયાભાઇ મહેશ્વરી (રહે. તમામ નારણપર-રાવરી)ને રોકડા રૂા. 10,320 અને ચાર મોબાઇલ કિં. રૂા. 18000 એમ કુલ રૂા. 28,320ના મુદ્દામાલ સાથે માનકૂવા
પોલીસે ઝડપી કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. - નાની ભુજપુરમાં પત્તા ટીંચતા
ચાર પકડાયા : મુંદરા તાલુકાના
નાની ભુજપુરના મફતનગરમાં સ્ટ્રીટલાઇટનાં અજવાળાં તળે તા. 9/8ના રાતે એક વાગ્યે તીનપત્તીનો
જુગાર રમતા રામભાઇ વિરમભાઇ ગઢવી, ભીમશીભાઇ
સામતભાઇ ગઢવી, વાલજીભાઇ
માણશીભાઇ ગઢવી અને મૂળજીભાઇ પરબતભાઇ ગઢવી (રહે. તમામ નાની ભુજપુર)ને રોકડા રૂા. 22,540ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે
ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. રામપર-સરવામાં
છ ખેલી ઝડપાયાનખત્રાણા તાલુકાના રામપર-સરવામાં વસંતગિરિના મકાનની બાજુમાં જાહેરમાં
આજે સાંજે ધાણીપાસાનો જુગાર રમતા પ્રકાશભાઇ દિનેશભાઇ જોશી (નેત્રા), વસંતગિરિ મોહનગિરિ ગોસ્વામી, આશિષદાન પંકજદાન ગઢવી, મૂળજી ભીમજી બડિયા (રહે. ત્રણે
રામપર-સરવા) અને સાલેમામદ ઇભલા હજામ (ટોડિયા) અને અલ્પેશ ચાવડા (મોટી ખોંભડી)ને રોકડા
રૂા. 26,250ના મુદ્દામાલ સાથે નખત્રાણા
પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
- કોટડા (જ.)માં ધાણીપાસાના ત્રણ
ખેલી જબ્બે : નખત્રાણા
તાલુકાના કોટડા (જ.) ગામે ધોળા તળાવની બાજુમાં બાવળોની ઝાડીમાં આજે સાંજે ધાણીપાસાનો
જુગાર રમતા જુણસ જુમા જાગોરા, ધનજી
ડાયાભાઇ ભદ્રુ અને અક્ષય વીરજી મેરિયા (રહે. ત્રણે કોટડા જ.)ને રોકડા રૂા. 10,210ના મુદ્દામાલ સાથે નખત્રાણા
પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.